________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૯૩
જ સાચા સુખનું સ્થાન છે. જ્યાં પરદ્રવ્યોનાં બંધનો નથી, જન્મમરણાદિની વ્યાધિ નથી. કોઈપણ જાતની વૈરવૃત્તિ કે પ્રેમવૃત્તિ નથી. અને તે મુક્તિના ઉપાયો તરીકે રત્નત્રયીની આરાધના, સત્પુરુષોનો સમાગમ, સત્શાસ્ત્રોનું વાંચન, ઉત્તમ પ્રકારનો જ્ઞાનયોગ અને તેને અનુસારે કરાતો ક્રિયાયોગ આ સર્વે શિવસુખનાં કારણો છે. આ પ્રમાણે બંધનાં અને શિવનાં કારણોનું શાસ્ત્રાનુસારે જ્ઞાન, તથા બંધનાં કારણોમાં અપ્રવૃત્તિની બુદ્ધિ અને શિવનાં કારણોમાં પ્રવૃત્તિની બુદ્ધિપૂર્વક કરાતું ઉચ્ચકોટિનું જે જ્ઞાન તે “વેદ્યસંવેધ’ કહેવાય છે. આવા પ્રકારનું ઉત્તમ જ્ઞાન જે સ્થાનમાં મેળવાય તે સ્થાન એટલે કે જ્યારે ગ્રન્થિભેદ થાય, અનિવૃત્તિકરણ કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરાય. ત્યારે જ તેવા પ્રકારનું જ્ઞાન મેળવાય છે માટે તે સ્થાનને વેધસંવેદ્યપદ' કહેવાય છે.
આ ાન પણ “નય-નિક્ષેપા પૂર્વકનું અતિભલું” હોવું જોઈએ. આ વાત કંઈક સ્પષ્ટપણે સમજીએ
કોઈપણ વસ્તુના સ્વરૂપને વિચારવા-સમજવા માટે બે જાતની દૃષ્ટિ હોય છે. દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયદષ્ટિ, જેમ કે પાંચ-દસ તોલા સોનામાંથી હાર-કુંડલ-કંકણ અથવા અન્ય કોઈ અલંકાર ક્રમશઃ બનાવીએ તો તેમાં સુવર્ણ તેનું તે જ રહે છે એવી જે દૃષ્ટિ તે દ્રવ્યદૃષ્ટિ છે. અને આ કુંડલ છે, આ કંકણ છે, એવી અલંકાર તરફની જે દૃષ્ટિ તે પર્યાયદષ્ટિ છે. તે બન્ને દૃષ્ટિને બે નય કહેવાય છે. દ્રવ્યદૃષ્ટિને દ્રવ્યાર્થિકનય અને પર્યાયદષ્ટિને પર્યાયાર્થિકનય કહેવાય છે. નય એટલે દૃષ્ટિ અભિપ્રાય આશય. દ્રવ્યદૃષ્ટિએ આ જગત નિત્ય છે. એકરૂપ છે. અભિન્ન છે. અને પર્યાયદૃષ્ટિએ આ જગત અનિત્ય છે. ભિન્ન-ભિન્નરૂપે છે. અને અનેકતાવાળું છે. દ્રવ્યદૃષ્ટિના (દ્રવ્યાર્થિકનયના) ત્રણ, અને પર્યાયદૃષ્ટિના (પર્યાયાર્થિકનયના) ચાર ભેદ છે. કુલ ૩+૪=૭ નો છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org