________________
આઠ દૃષ્ટિની સજ્ઝાય
૯૦
તે વેદ્યસંવેદ્યપદ કાળે જ થાય છે. અને વેદ્યસંવેદ્યપદ સમ્યક્ત્વકાળે જ આવે છે. મિથ્યાત્વદશામાં આ આત્માને હજુ અવેદ્યસંવેદ્યપદ વર્તે છે. તેથી અવેદ્યસંવેદ્યપદકાળે ઊંડાણવાળો સૂક્ષ્મ બોધ થતો નથી. વેદ્યસંવેદ્યપદ અને અવેદ્યસંવેદ્યપદનો અર્થ આગળ ગાથાઓમાં આવે જ છે.
આત્મા ભવાભિનન્દીને બદલે મુક્તિસુખનો સાચો અર્થી બન્યો છે. પોતાના આત્માનું કલ્યાણ કરવાની તમન્ના જાગી છે. તત્ત્વજિજ્ઞાસા-તત્ત્વશ્રવણ અને સંતપુરુષોનો સહવાસ પરિચય દ્વારા સૂક્ષ્મબોધ મેળવવાની ઉત્કંઠા તીવ્ર બની છે. પરંતુ વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કર્યા વિના અથવા અવેદ્યસંવેદ્યપદની વિદ્યમાનતામાં સૂક્ષ્મબોધ આવતો નથી. આવું જાણવાથી સાધક એવા આ આત્માને વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કરવાની અભિલાષા અને તેના માટેનો પ્રયત્ન વધે છે. મિથ્યાત્વદશા હવે અકારી લાગે છે. હૃદયમાં તેનો ડંખ થયા જ કરે છે. તેને ત્યજી સમ્યક્ત્વ અને વેદ્યસંવેદ્ય પદની પ્રાપ્તિ માટેના ઉપાયો સદ્ગુરુ પાસેથી સવિશેષ જાણે છે. ઉત્તમ સંતપુરુષોનો સહવાસ આ સાધક આત્મા વધારે છે.
“રાગ અને દ્વેષ” આત્માના વાસ્તવિક શત્રુ છે. તેનો પાયો અનાદિના કારણે આ આત્મામાં ઘણો ઊંડો છે. મજબૂત છે. તેને હચમચાવ્યા વિના આત્મકલ્યાણ શક્ય નથી. આ રાગ-દ્વેષ એક પ્રકારની ગાંઠસ્વરૂપ છે. તેને છેદે જ છુટકો છે. ઇત્યાદિ ઉમદા વિચારોથી આ આત્મા પલ્લવિત થાય છે. વિચારો ઉમદા હોવાથી વર્તન પણ ઘણું ઉમદા(ગુણીયલ) બનાવવાનો સતત પ્રયત્ન વધારે છે. વેદ્યસંવેદ્યપદનો પ્રભાવ જ કોઈ અદ્ભુત છે. એવું ગુરુમુખથી અને શાસ્ત્રો દ્વારા જાણવાથી તેને સમજવાનો અને મેળવવાનો પ્રેમ લાગે છે. રઢ લાગે છે. ગુરુજી પણ તેના ઉપર કૃપા કરીને સમજાવે છે. 11411
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org