________________
ચોથી દીપ્રા દૃષ્ટિ જ શ્રવણ કર્યું છે. સંસારનાં સુખો કેમ મળે ? તેના ઉપાયો શું? એવા પ્રકારના ભોગસુખનું જ તથા મિથ્યાદર્શનના ઉલટા તત્ત્વોનું જ શ્રવણ કર્યું છે. તેવા પ્રકારના અતત્ત્વશ્રવણરૂપી ખારા પાણીનો જ આજ સુધી સંયોગ કર્યો હતો. એટલે જ ભવભ્રમણા મટતી ન હતી અને યોગ તરફની દૃષ્ટિ આવતી ન હતી. તથા યોગના બીજનો પ્રરોહ થતો ન હતો. આ દૃષ્ટિ આવતાં જ પુણ્યના ઉદયથી મળેલો સુખીઓ સંસાર પણ ભવભ્રમણા જ કરાવનારો લાગે છે. તેથી અસાર છે. તુચ્છ છે. એવો ખ્યાલ આવી જાય છે. તેથી ખારા પાણીની સમાન એવું ભવસંબંધી અતત્ત્વશ્રવણ આ જીવ આ દૃષ્ટિકાળે ત્યજી દે છે. જેનાથી ભવની પરંપરા વધે, આત્મા તરફના સુખથી ઉલટી બુદ્ધિ કરાવે એવા અતત્ત્વનું જ શ્રવણ અહીંથી ત્યજી દે છે. જેથી પ્રાપ્ત થયેલા ગુણોથી લપસવાનું ન બને.
તથા તત્ત્વશ્રવણરૂપી મધુર પાણી પીવાનો એવો તો ચટકો લાગે છે કે પીધા જ કરું, પીધા જ કરું, ગમે તેટલું તત્ત્વશ્રવણ કરે તો પણ તેના સંબંધી તૃપ્તિ ન થાય. તૃષ્ણાનો છેદ ન થાય. આના કારણે જ આવા પ્રકારનું ઉચ્ચકોટિનું તત્ત્વ સમજાવનારા આ આત્માના સાચા હિતેચ્છુ, નિઃસ્પૃહભાવે પરજીવોનું કલ્યાણ કરનારા, જૈનશાસનના તત્ત્વજ્ઞાનના ભંડાર, અનેક પ્રકારના ગુણસમૂહથી ગુફિત એવા સદ્ગુરુ પ્રત્યે હાર્દિક બહુમાન - પ્રેમ - ભક્તિ - વૈયાવચ્ચ આદિ ગુણો આ સાધક આત્મામાં એવા જન્મે છે કે જે શબ્દથી વર્ણવી ન શકાય. પંચ મહાવ્રતધારી, પંચ આચારના યથાર્થ પાલક, જિનેશ્વર પરમાત્માની આજ્ઞા પ્રમાણે ગામાનુગામ વિચરનારા, ફલેટબંગલો અથવા ઘર આદિ કોઈ નિત્ય સ્થાન નહી રાખનારા એવા સાધુઓને જ પૂજનીય માને, સાચા સંત માને, તેઓની ભક્તિ કરવામાં અદ્રોહભાવ હૈયામાં પ્રગટે, આજ સુધી અતત્ત્વશ્રવણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org