________________
બીજી તારા દૃષ્ટિ
૪૭ આ મિત્રા દૃષ્ટિ દ્વારા કંઈક અંશે ધર્મપ્રાપ્તિનાં માટે યોગબીજ આ આત્મામાં રોપાયા પછી ધર્મ તરફ વળેલી આ દષ્ટિ વધુ તીવ્ર બને છે. તેને બીજી તારાદષ્ટિ કહેવાય છે. તે તારાદેષ્ટિનું વર્ણન પૂ. ઉપાધ્યાયજી મ. શ્રી હવે કરે છે.
ઢાળ - બીજી - દર્શન તારા દૃષ્ટિમાં મનમોહન મરે, ગોમય અગ્નિ સમાન મનO શૌચ સંતોષનેતપભલું મન૦, સઝાયઈશ્વરધ્યાન મનેol11
ગાથાર્થ - તારા નામની બીજી દૃષ્ટિમાં (બોધ-જ્ઞાન) ગોમયના (છાણાંના) અગ્નિસમાન હોય છે. તથા શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન એમ પાંચ નિયમરૂપ બીજું યોગાંગ પ્રવર્તે છે. [૧]
વિવેચન - દૃષ્ટિનો જેમ જેમ વિકાસ થાય છે, તેમ તેમ દર્શન (એટલે જ્ઞાન-સમજણ) આત્મા તરફનું નિર્મળ બનતું જ જાય છે. અનાદિકાળથી આ જીવ મોહના ઉદયની અને અજ્ઞાનતાની પરાધીનતાના કારણે આત્માની શુદ્ધદશા તરફના લક્ષ્યની અપેક્ષાએ ગાઢ અંધકારમાં હતો. તેમાંથી મિત્રાદષ્ટિ આવતાં તૃણના અગ્નિના પ્રકાશ સમાન કંઈક બોધ મળ્યો. આત્મા જેવા તત્ત્વની અને તેની શુદ્ધ દશા પ્રાપ્ત કરવાના ઉપાયોની કંઈક ઝાંખી થઈ. પરંતુ તે તૃણનો અગ્નિ અતિશય અલ્પકાળસ્થાયી અને અત્યન્ત નિર્બળ હોય છે. વિજળીના ચમકારાની જેમ પ્રગટ્યો, ન પ્રગટ્યો અને બુઝાઈ જાય છે. તેમ મિત્રાદષ્ટિમાં આત્મતત્ત્વનું જે જ્ઞાન થયું તે પણ આવું જ અલ્પ કાળ રહેનારું અને નિર્બળ હોય છે. થાય, થાય, અને ચાલ્યું જાય છે. પરંતુ આ બીજી તારાદષ્ટિમાં તે દર્શન (જ્ઞાન-સમજણ) તેના કરતાં કંઈક વધારે સ્થિર બને છે. તે હકીકતને ઉપમાથી સમજાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org