________________
ત્રીજી બલા દૃષ્ટિ
અર્થ - આ શુશ્રુષા જ્ઞાનરૂપી જળપ્રવાહ માટે સરવાણી તુલ્ય મનાયેલી છે. આ શુશ્રુષા ગુણ વિના તત્ત્વ સાંભળવું તે સરવાણી વિનાના કૂપની જેમ વ્યર્થ છે. એપિકા
આ ઉપરથી સમજાશે કે ધર્મતત્ત્વ સાંભળવામાં કેટલી તીવ્ર શુશ્રુષા હોવી જરૂરી છે. શુક્રૂષાગુણ ઉત્તમગુરુની શોધ કરાવે છે. તેઓનો સંપર્ક અને સહવાસ વધારે છે. અને તેના દ્વારા સાધક એવા આ આત્મામાં નિરન્તર જ્ઞાનપ્રવાહ આવ્યા જ કરે છે અને આ આત્મા કલ્યાણના માર્ગે શીધ્ર વિકાસ પામતો જ રહે છે. રૂા.
થયા
અને તે
કરે
છે
Lall
મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે બુઝે એકતાન | તે ઇચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન.
જિનજીવ જો ગાથાર્થ - શુશ્રુષાપૂર્વકના શ્રવણથી મન આનંદ પામે છે. શરીર રોમાંચિત થાય છે. બોધની સાથે આત્મા એકતાન(લયલીન) બને છે. સાંભળવાની ઇચ્છા વિના ગુણોની કથા સંભળાવવી એ બહેરા આગળ ગાયન સમાન છે. જો
વિવેચન - જ્યારે જીવમાં વૈરાગ્ય વધે છે. મોક્ષાભિલાષ તીવ્ર બને છે. આત્મતત્ત્વ અને એના કલ્યાણના માર્ગો જાણવાની સાચી ભૂખ લાગે છે. દિન-પ્રતિદિન સંસાર અકળામણભર્યો લાગે છે. સદ્ગુરુઓનો સંયોગ અતિશય દુષ્કર દેખાય છે. ત્યારે આ જીવને ધર્મતત્ત્વ(યોગમાર્ગ) જાણવાની અને સાંભળવાની ઇચ્છા ઉત્કટ બને છે. આવા પ્રકારની ઉત્કટ કોટિની જિજ્ઞાસા અને શુશ્રુષા ગુણપૂર્વક આ સાધક આત્મા ઉત્તમજ્ઞાની ગીતાર્થ એવા સદ્ગુરુ પાસે યોગકથાનું શ્રવણ કરે છે. ત્યારે તેનું મન અત્યન્ત આનંદમાં ગરકાવ થઈ જાય છે. હૃદયમાં પ્રગટ થયેલા આનંદની અંદર મન નાચી ઉઠે છે. મન અત્યન્ત હર્ષઘેલું બને છે. તથા શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org