________________
ત્રીજી બલા દૃષ્ટિ
૭૫
આ ત્રીજી દૃષ્ટિ આવે ત્યારે જ તત્ત્વશ્રવણ કરવા માટેની સાચી યોગ્યતા પ્રગટે છે. તીવ્ર ઇચ્છા પ્રગટે છે. આવા પ્રકારની યોગ્યતા અને તીવ્ર ઇચ્છાવાળા મુમુક્ષુ આત્માઓ યોગમાર્ગના સાચા જ્ઞાતા અને અનુભવી એવા સદ્ગુરુ ભગવન્તની પાસે નિરન્તર ધર્મશ્રવણની પ્રાપ્તિ થાય અને આધ્યાત્મિક જ્ઞાનમાં અને ભાવનામાં વધારો થાય તે માટે નિરન્તર પ્રયત્નશીલ રહે છે. જીવનમાંથી શક્ય બની શકે તેટલા અનાચારો(અયોગ્ય આચારો)થી દૂર રહે છે તથા સદ્ગુરુના નિરન્તર સંપર્કથી અને ઉચિત આચારોમાં જ વર્તવાથી પોતાને યોગ્ય ધર્મની પ્રવૃત્તિ કરવામાં કોઈપણ જાતનાં વિઘો (અંતરાયો - મુશ્કેલીઓ) આ સાધક આત્માને આવતાં નથી. આ જ વાત ગ્રંથકારમહર્ષિ આગળ ગાથામાં જણાવે છે. ૪૫
વિઘન ઇહાં પ્રાયે નહીં જી, ધર્મ હેતુમાં કોય । અનાચાર પરિહારથીજી, સુયશ મહોદય હોયરે ।
જિનજી૦ પા
ગાથાર્થ - ધર્મના હેતુભૂત કાર્યો કરવામાં આ જીવને પ્રાયઃ કોઈ વિઘ્નો આવતાં નથી અને અનુચિત આચારોના ત્યાગથી સારો યશ આપનારો એવો મહોદય પ્રાપ્ત થાય છે. [૫]
વિવેચન ભાવાર્થ સ્પષ્ટ સમજાય તેવો છે કે આ સાધક આત્માની દૃષ્ટિ બદલાતી જાય છે. ભવાભિનંદીપણામાંથી મોક્ષાર્થીપણા તરફ ઢળી રહી છે. તેના કારણે ત્રીજી બલા દૃષ્ટિમાં આવતાં મોક્ષાર્થીપણું તીવ્ર બને છે. અનુચિત આચારો જીવનમાંથી નીકળી જાય છે. ખોટા માણસોનો સહવાસ અને તેવું વાંચન આદિ નીકળી જાય છે. આ જીવ ઉચિત આચરણવાળો, સાધુસંતો અને સજ્જનોનો સહવાસી બને છે. તેના પ્રતાપે સંવેગ અને વૈરાગ્ય વધારે મજબૂત થાય છે. ઘરસંસારના વ્યવહારો આચરે છે, પરંતુ અલિપ્તતા વધતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org