________________
આઠ દૃષ્ટિની સઝાય જાય છે. જેથી દોષિત આચરણ ન હોવાથી ધર્મકાર્યો કરવામાં કે ધર્મના ઉપાયભૂત યોગકથાના શ્રવણાદિના સંજોગો પ્રાપ્ત કરવામાં પ્રાયઃ કોઈ વિઘ્ન આવતું નથી.
સામાન્યપણે પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી કોઈ પણ સારું કામ કરવું હોય તો સજ્જન આત્માઓને સદા વિઘ્નો આવવાનો સંભવ છે. કારણ કે તે આત્મા પ્રકૃતિએ સજ્જન બન્યો છે. તેને સજ્જનતા સાચવવી છે. પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરવું નથી. સીમામાં રહેવું છે. એટલે વિઘ્નો આવે અને આવેલાં વિઘ્નો તે વિMોરૂપ બને, પરંતુ આ દૃષ્ટિમાં આવેલા સાધક આત્માને કંઈક વિકાસ પામેલા યોગધર્મના પ્રભાવે આ વિઘ્નો પ્રાયઃ આવતાં નથી. અને કદાચ વિઘ્નો આવે છે તો તે વિઘ્નો વિષ્ણોરૂપ લાગતાં નથી. છતાં અતિશય તીવ્ર કર્મના ઉદયવાળાને વિપ્નો આવે પણ છે એટલે જ “પ્રાય:” શબ્દનો ઉલ્લેખ કર્યો છે. વિપ્નો ન જ આવે એવો નિયમ નથી.
આ રીતે બલા દૃષ્ટિવાળા આત્માને ધર્મના ઉપાયો જાણવામાં, તેનું સ્વરૂપ સાંભળવામાં, સમજવામાં અને શક્તિ અનુસાર જીવનમાં અપનાવવામાં વિના વિઘ્ન સુંદર તત્ત્વની પ્રાપ્તિ થવાથી અને તે તે ઉપાયોમાં પોતે હિંમતભેર આગળ વધતો હોવાથી જગતમાં તેના જીવનની અને તેના વિચારોની તથા વચનોની સારી છાપ પડે છે. તેના પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે છે. તે આધ્યાત્મિક પ્રતિષ્ઠિત નાગરિકપણાનો સારો યશ પ્રાપ્ત કરે છે. અને સંવેગ-વૈરાગ્ય - તથા નિર્વેદ આદિ ગુણોનો વિકાસ થતાં ક્ષમા - નમ્રતા - સરળતા અને સંતોષાદિ ઉત્તમ ભાવો વૃદ્ધિ પામતાં આ આત્મા મહોદયને પામે છે. ઉત્તમ કલ્યાણ કરનારા માર્ગને પામે છે. કલ્યાણનો સાચો રસ્તો હાથમાં આવી જાય છે. જે આત્માની ઉન્નતિ કરવા સ્વરૂપ મહોદય પમાડનારો બને છે. અહીં “સુયશ” શબ્દમાં ગ્રન્થકાર મહર્ષિએ ગર્ભિતપણે પોતાનું નામ પણ સૂચવ્યું છે. પી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org