________________
૮0
આઠ દૃષ્ટિની સજઝાય આવશ્યક છે. યોગધર્મનું બળ વધારવામાં મેદ-ઉદ્વેગ-ક્ષેપ અને ઉત્થાન વગેરે ચિત્તના દોષો પ્રતિબંધક છે. તેમાંના પ્રથમના ત્રણ દોષો પ્રથમની ત્રણ દૃષ્ટિમાં આ સાધક આત્માએ દૂર કર્યા છે. હવે ચોથો દોષ જે ઉત્થાન છે તેને અહીં દૂર કરે છે. આદરેલી સાધનામાં ચિત્તને સ્થિર કરે છે. અસ્થિરતા દૂર કરે છે. જો અસ્થિરતા આવે એટલે કે સાધનામાંથી ચિત્ત ઉભગી જાય તો આજસુધી મેળવેલી સિદ્ધિ હારી જવાય, દૂર કરેલા સર્વે દોષો જીવનમાં પાછા આવે. આ મોટી નુકશાની વહોરવી પડે, તેથી દૂર કરેલા દોષો ફરી ન આવે અને પ્રાપ્ત કરેલી સિદ્ધિ હારી ન જવાય તે માટે આ સાધક આત્મા સાવધાન થઈ જાય છે. પ્રાપ્ત સાધનામાં સ્થિર બની જાય છે. ઉત્થાન દોષ છોડી દે છે. (ઉત્થાન = આચરેલી તે તે ક્રિયામાંથી ચિત્તનું ઉઠી જવું.)
સ્થિરા આદિ પાછળની ચાર દષ્ટિઓમાં યોગધર્મની જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેની અપેક્ષાએ મિત્રા આદિ પ્રથમની ચાર દૃષ્ટિમાં નહીવત્ (અર્થાત્ અલ્પ) સિદ્ધિ પ્રાપ્ત થઈ હોવા છતાં પણ અનાદિના પસાર થયેલા ભૂતકાળને આશ્રયી જો વિચારીશું તો સમજાશે કે મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિમાં પણ આ સાધક જીવે ખૂબ જ સુંદર સિદ્ધિ મેળવી છે. આવી મેળવેલી સિદ્ધિ ગુમાવવાનું મુમુક્ષુ જીવને પાલવે નહીં. આ પ્રમાણે સમજીને આ સાધક આત્મા “ઉત્થાન”(અસ્થિરતા) દોષનો ત્યાગ કરે છે. અને મોક્ષપ્રાપ્તિને અનુકૂળ ધર્મસાધનામાં સાવધાન થઈ જાય છે, સ્થિર બની જાય છે.
(૩) ભાવપ્રાણાયામની પ્રાપ્તિ - રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ જાતનો પ્રાણાયામ કહેવાય છે. જેમ શરીરમાં શ્વાસ આદિને બહાર કાઢવાની જે ક્રિયા તે રેચક, નવો શ્વાસ શરીરમાં ઉમેરવો તે પૂરક અને આવેલા શ્વાસને ઘડામાં જળની જેમ ભરવો તે કુંભક. આ ત્રણ દ્રવ્ય પ્રાણાયામ છે. તેમ અહીં (૧) આત્મામાં આવેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org