________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૮૧ મોહના ભાવો દૂર કરવા તે રેચક, (૨) ક્ષાયોપથમિક અને ક્ષાયિક ગુણો પૂરવા તે પૂરક, અને (૩) પ્રાપ્ત ગુણોને સાચવી રાખવા તે કુંભક એમ ત્રણ પ્રકારનો ભાવ પ્રાણાયામ. આ દશામાં જીવને આવે છે. આ ભાવપ્રાણાયામનું વિશેષ વર્ણન હવે પછીની બીજી ગાથામાં આવે જ છે. તેથી અહીં વધુ વર્ણન લખતા નથી.
(૪) તત્ત્વશ્રવણ - સદ્ગુરુ પાસે યોગધર્મનું સ્વરૂપ સાંભળવું. પ્રથમની ત્રણ દૃષ્ટિમાં અનુક્રમે અદ્વેષ - જિજ્ઞાસા - અને શુશ્રુષા ગુણ આવ્યો હતો. હવે અહીં શ્રવણ ગુણ પ્રાપ્ત થાય છે. યોગ ધર્મનો એવો પ્રેમ લાગે છે કે તત્ત્વશ્રવણ કરવામાં આ આત્મા અત્યન્ત લીન થઈ જાય છે. તત્ત્વશ્રવણ દ્વારા જ્ઞાનપ્રવાહ નિરંતર આ સાધક આત્મામાં વૃદ્ધિ પામ્યા જ કરે છે. આ ગુણનું વર્ણન પણ આગળ ગાથા ચોથીમાં આવે જ છે.
આ પ્રમાણે આ ચોથી દૃષ્ટિમાં ચારે ભાવો સમજવા. (૧) બાહ્યભાવ રેચક ઇહા જી, પૂરક અંતર ભાવ. કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ.
મનમોહન- રા ગાથાર્થ - આ દૃષ્ટિકાળે બાહ્યભાવોનો રેચક પ્રાણાયામ, અંતરભાવોનો પૂરક પ્રાણાયામ, અને સ્થિરતા ગુણ રૂપે કુંભક પ્રાણાયામ. એમ ત્રણ પ્રકારના પ્રાણાયામ નામના યોગના અંગના સ્વભાવો જાણવા. મેરા
વિવેચન - સાધક એવો આ આત્મા ત્રીજી દૃષ્ટિના અન્તકાળે ઉત્કટ એવા શુશ્રુષા ગુણ દ્વારા આત્મકલ્યાણની પ્રાપ્તિ માટે સુંદર એવો બોધ પામ્યો છે. તેની પીઠિકા મજબૂત બની છે. આત્મતત્ત્વ અને તેના ગુણો શું ? તે આ જીવે કંઈક જાણ્યું છે. તથા પૌગોલિક ભાવો અને તે ભાવો પ્રત્યેની આસક્તિ (મમતા) કે જે આ. ૬
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org