________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
યોગદૃષ્ટિ ચોથી કહી જી, દીપ્રા તિહાં ન ઉત્થાન. પ્રાણાયામ તે ભાવથીજી, દીપ પ્રભાસમ શાન
મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ ||૧||
ગાથાર્થ - શાસ્ત્રોમાં યોગધર્મની ચોથી દૃષ્ટિ દીપ્રા કહી છે. ત્યાં ઉત્થાન દોષનો ત્યાગ, ભાવપ્રાણાયામ અંગની પ્રાપ્તિ, અને દીપકની પ્રભા સમાન જ્ઞાનગુણ,(તથા તત્ત્વશ્રવણગુણની પ્રાપ્તિ) અહીં થાય છે. ॥૧॥
વિવેચન - હવે આપણે ચોથી દૃષ્ટિની વિચારણા કરીશું. પાંચમી સ્થિરા દૃષ્ટિથી જીવને યથાર્થ યોગધર્મની પ્રાપ્તિ થશે. તેની ભૂમિકારૂપે (પાયાની મજબૂતાઈ રૂપે) પ્રથમની આ ચાર દૃષ્ટિઓ છે. એટલે ચોથી દૃષ્ટિમાં યોગધર્મની પ્રાપ્તિનો પાયો(ભૂમિકા) બરાબર મજબૂત થતી જાય છે. આ દૃષ્ટિ મિથ્યાત્વ ગુણસ્થાનકના અન્તિમકાળમાં અને સમ્યક્ત્વ પ્રાપ્તિના પૂર્વકાળમાં આવે છે તેથી આ સૃષ્ટિ સમજવી અતિશય આવશ્યક છે . આ દૃષ્ટિમાં (૧) બોધ (જ્ઞાન) દીપકની પ્રભાતુલ્ય હોય છે. (૨) ચિત્તના આઠ દોષોમાંથી ઉત્થાન દોષનો ત્યાગ હોય છે. (૩) પ્રાણાયામ નામના ત્રીજા યોગ અંગની પ્રાપ્તિ થાય છે. અને (૪) સદ્ગુરુ પાસે તત્ત્વશ્રવણનો યોગ પ્રાપ્ત થાય છે. તેનું કંઈક વર્ણન આ પ્રમાણે
(૧) દીપકપ્રભા સમ બોધ - અહીં સર્વત્ર, દૃષ્ટિ એટલે બોધ, દૃષ્ટિ એટલે દર્શન. દૃષ્ટિ એટલે જ્ઞાન એવો અર્થ લેવાનો છે. પ્રથમની ત્રણ દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં જીવને તત્ત્વનો બોધ દીપકની પ્રભા જેવો હોય છે. તેથી જ આ દૃષ્ટિનું નામ દીપ્રાર્દષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org