________________
૭૪
આઠ દૃષ્ટિની સક્ઝાય અતિશય પ્રફુલ્લિત થાય છે. રોમેરોમમાં ઉલ્લાસ વ્યાપે છે. ગુરુજી દ્વારા સમજાવાતા એક એક શબ્દમાં હર્ષની છોળો ઉછળે છે.
મનના આનંદની સાથે અને શરીરના રોમાંચની સાથે સદ્ગુરુજીની પાસેથી તત્ત્વ સાંભળતાં સાંભળતાં આ આત્મામાં વિશિષ્ટ એવો બોધ (તત્ત્વજ્ઞાન) પ્રાપ્ત થાય છે. મોહની નિદ્રામાંથી આત્મા જાગે છે. સવિશેષ ધર્મ આરાધનામાં આગળ વધવા વિચારો કરે છે. પ્રાપ્ત થતા તત્ત્વજ્ઞાનની સાથે એકતાન (લયલીન - તન્મય) થઈ જાય છે. તે કાલે આ આત્મા તત્ત્વશ્રવણમાં એવો એક લીન થાય છે કે સંસારની સર્વે સંવેદનાઓ ઘડીભર માટે ભૂલી જાય છે. એવી ઇચ્છા ઉત્કટ બને છે કે ગુરુજી હજુ વધારે કાળ સંભળાવ્યા જ કરે તો કેવું સારું ? ફરી ફરી આવું તત્ત્વ સાંભળવાનો અને જાણવાનો અવસર આવવો અત્યન્ત દુષ્કર છે. જેથી તત્ત્વ સાંભળવાની ઘેલછામાં ગણાય તેવી તીવ્ર ઈચ્છા જાગે છે.
તત્ત્વ સાંભળવાની તીવ્ર શુશ્રુષા જેઓને ન હોય તેવા શ્રોતાઓને યોગકથાનું જે શ્રવણ કરાવવું તે બહેરા માણસ આગળ ગીત ગાવા સમાન છે. જેમ બહેરા પુરુષની આગળ ગીત ગાવું નિરર્થક છે. ફળદાયક થતું નથી. તેવી રીતે શુશ્રુષા વિના તત્ત્વવાર્તા પણ નિરર્થક જ છે. તેથી શ્રોતાને સાચી તત્ત્વ સાંભળવાની ઇચ્છા હોય તો જ ઉપદેશકોએ શ્રોતાઓને તત્ત્વ સંભળાવવું જોઈએ. જે શ્રોતાની ઇચ્છા નથી અથવા જે શ્રોતા ઉંચુ તત્ત્વ સાંભળવાનું પાત્ર નથી. જેનામાં એવી બુદ્ધિ હજુ પ્રગટી નથી, તેવા શ્રોતા સમક્ષ યોગકથાનું શ્રવણ ફળદાયક થતું નથી. અનિચ્છાવાળા અથવા અપાત્ર અથવા અલ્પબુદ્ધિવાળાને ઉંચી કોટિનું ધર્મતત્ત્વ સંભળાવવાથી ધર્મતત્ત્વની કિંમત ઘટે છે. હીરાના હાર તેવા પ્રકારના યોગ્ય જીવોને જ પહેરવા અપાય છે. સામાન્ય માણસોને અપાતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org