________________
આઠ દૃષ્ટિની સજ્ઝાય
જ્ઞાનપ્રવાહ
આવતો નથી. જેમ જ્યાં પાણીનો યોગ નથી એવી સુકી ભૂમિ ઉપર કૂવો ખોદીએ તો તે કૂવામાં સરવાણી જ ન હોવાથી પાણીપ્રવાહ આવતો જ નથી. કૂવો ભરાતો જ નથી. તેવી રીતે શુશ્રુષા વિના તત્ત્વશ્રવણ પણ જ્ઞાનપ્રવાહ આપનારૂં બનતું નથી. કારણ કે તત્ત્વશ્રવણ ક૨વામાં પોતાનું મન ન હોવાથી તે બીજા જ કાર્યોમાં ભટકતું હોય છે. અડધું સંભળાય, અડધું ન સંભળાય, આજુબાજુવાળા લોકોથી વાતો કરાય. ઇત્યાદિ રીતે કાળનિર્ગમન થાય, પરંતુ જ્ઞાનપ્રવાહનો લાભ થતો નથી. આ જ વાત એક ઉપમા આપીને ગ્રન્થકાર સમજાવે છે કે
મન અન્યત્ર
૭૨
ઘણા રાજા-મહારાજાઓમાં એવી ટેવ હોય છે કે તે જ્યારે નિદ્રા ઇચ્છે ત્યારે તેના કોઈ સેવકને સુંદર રસિલી વાર્તા સંભળાવવાનું કહે. તે સેવક પણ પોતાની અદ્ભુત વાક્ચાતુર્યની શૈલીપૂર્વક કથા ચલાવે. જે સાંભળતાં સાંભળતાં રાજા સૂઈ જાય. નિદ્રાવસ્થામાં પણ સેવક વડે કહેવાતી કથા શિયત (સૂતેલો) એવો તે રાજા સાંભળે. તેનાથી શું બોધ થાય ? અર્થાત્ કંઈ જ બોધ ન થાય. કારણ કે કોઈ પણ વિષય જાણવા માટે કથા કરવાનું સેવકને કહ્યું નથી. પરંતુ નિદ્રા સારી આવે તે માટે જ રાજાએ સેવકને કથા કરવાનું કહ્યું હતું. તેવી જ રીતે શુશ્રુષા ગુણ વિના તત્ત્વશ્રવણાદિની જે ક્રિયા કરવામાં આવે તેનાથી જ્ઞાનપ્રવાહ આ જીવમાં આવતો નથી. માત્ર લોકવ્યવહાર જ સચવાય છે. તેથી આવી શ્રવણસમીહા તે કેવી ? અર્થાત્ શું કામની ? આત્માને સાધનામાં આવી શ્રવણસમીહા ઉપકારી થતી નથી.
-
પૂ. હરિભદ્રસૂરિજી મ.શ્રીએ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં પણ કહ્યું છે કે
बोधाम्भ: स्त्रोतसश्चैषा, सिरातुल्या सतां मता । अभावेऽस्याः श्रुतं व्यर्थमसिरावनिकूपवत् ॥ ५३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org