________________
દર
આઠ દૃષ્ટિની સજ્ઝાય
કોઈ દોષ નથી એવું અભિમાન રાખતો હતો-તે બધું ભૂલી જાય છે. ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષ-ત્યાગ-તપ-વૈરાગ્ય આ બધા આત્મકલ્યાણકારક ગુણોની હાનિ(ન્યૂનતા) જ પોતાની જાતમાં હવે દેખાય છે. યોગીજનો પાસેથી આવા ગુણો મેળવવા તલસે છે. યોગીજનો પણ પ્રસન્નતાપૂર્વક આ જીવની પાત્રતા જોઈને ઉત્તમ શાસ્ત્રજ્ઞાનનું પ્રદાન કરે છે કે જેના દ્વારા આ જીવમાં સારા અને ઘણા ગુણો આવે, જેમ ધનથી ધનની વૃદ્ધિ થાય, તેમ ગુણોથી ગુણોની વૃદ્ધિ થાય, દિન-પ્રતિદિન ઘણા ગુણો આ જીવમાં આવતાં ગુણસ્થાનકોની શ્રેણી ચઢતાં મુક્તિ તરફનો પંથ તુરત કપાય છે.
અનાદિકાળથી અજ્ઞાન અને મોહની પરતંત્રતાના કારણે આ જીવ વક્ર-અભિમાની કુતર્કવાદી હતો- અને સંસારસુખરસિક હતો, તેના કારણે આ આત્મામાં આવા ગુણો આવતા ન હતા. “સંસારસુખની આસક્તિ" એ જ ગુણપ્રાપ્તિમાં અને મુક્તિપંથના પ્રયાણમાં પ્રતિબંધક હતી, ગુણીના સંયોગથી કદાચ કોઈ ગુણ આવ્યો હોય તો પણ વિજળીના ચમકારાની જેમ તુરત નષ્ટ થઈ જતો. આ વાત હવે તે સાધક આત્માને પણ બરાબર સમજાય છે.
“સંસાર સુખની આસક્તિ" મારે છોડવી જ જોઈએ, તે આસક્તિ અતિશય ભયંકર છે. ઘણાં અકર્તવ્યો કરાવે છે. ઘણું અનુચિત આચરણ કરાવે છે. ઘણાં પાપકાર્યો કરાવે છે. ચિત્તને અતિશય ક્લેશવાળું કરાવે છે. સુખ થોડું અને દુ:ખ ઝાઝું એવો આ સંસાર છે. સંસારનું કોઈપણ સુખ અનેક ઉપાધિઓથી ઘેરાયેલું જ છે. એમ સમજી હૃદયમાં તે ભવના સુખ ઉપર ત્રાસ- તિરસ્કાર(નાખુશીભાવ) ઉપજે છે. સુખ ઉપર આસક્તિ જ હૃદયમાંથી ઉઠી જાય છે. જેથી સંસારનાં સુખો તેને લલચાવી શકતાં નથી. કારણ કે જેમ માણસ સર્પ દેખીને ભય પામેછે, સિંહ દેખીને ભય પામે છે. આ પ્રાણીઓ પ્રાણનાશક છે. એમ સમજી ભયભીત થયો છતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org