________________
૬૮
દેષ્ટિમાં આવેલ
આઠ દૃષ્ટિની સઝાય (ર) પદોષત્યાગ - ક્ષેપ એટલે વિલંબ થવો. વારંવાર યોગીજનો પાસેથી યોગધર્મનું માહાત્મ સાંભળ્યું હોવાથી અને તેના પ્રત્યે ચિત્ત આકર્ષાયેલું હોવાથી યોગધર્મની પ્રાપ્તિના કારણભૂત એવી ધર્મક્રિયાઓ આદરવામાં આ જીવ વિલંબ (લેપ) કરતો નથી. જ્યાં ખેદ અને ઉદ્વેગ હોય ત્યાં રુચિ ન હોવાથી તે કાર્ય કરવામાં આ જીવ વિલંબ કરે છે. અથવા ખેદ અને ઉગ ચાલ્યા ગયા હોય તો પણ અનાદિકાલના મોહના સંસ્કારોની પ્રબળતાના કારણે મંદોત્સાહતાના લીધે પણ આદરેલા કાર્યમાં વિલંબ થાય છે. અથવા જે ધર્માનુષ્ઠાન આચર્યું હોય તે કરતાં કરતાં તેનાથી અતિરિક્ત બીજા ધર્મકાર્યાદિમાં ચિત્ત ચાલ્યું જવાથી પણ અધિકૃતધર્મસ્થાનમાં વિલંબ થવાનો સંભવ છે. પરંતુ આ ત્રીજી દૃષ્ટિમાં આવેલા જીવને મોહની મંદતા વધુ થઈ હોવાથી, યોગમાર્ગની સાધનાનો રસ લાગ્યો હોવાથી અને જ્ઞાની મહાત્માઓના વચનો ઉપર અતિશય પ્રેમ અને વિશ્વાસ પ્રગટ્યો હોવાથી આદરેલી ધર્મક્રિયાઓ કરવામાં આ જીવ જરા પણ વિલંબ કરતો નથી. આદરેલું ધર્માનુષ્ઠાન શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરે છે. અને વિના વિલંબ કરે છે. જે કાળે જે કાર્ય આદરે છે તે કાળે તે કાર્યમાં જ દત્તચિત્ત થઈને વર્તે છે. અન્ય કાર્યમાં ચિત્ત નાખતો નથી તેથી પણ આ જીવ અધિકૃત ધર્મસ્થાન આચરવામાં વિલંબ કરતો નથી.
(૩) આસન યોગાગ - આસન એટલે ધીરજ અથવા સ્થિરતા, યોગનાં કુલ આઠ અંગો છે. યમ અને નિયમ બન્ને અંગો પહેલી - બીજી દૃષ્ટિમાં આવ્યા પછી આ ત્રીજી દૃષ્ટિમાં “આસન” નામનું ત્રીજું અંગ આવે છે. આ દષ્ટિવાળા આત્માએ જે ધર્મકાર્ય આદર્યું છે તેમાં પ્રેમ-વિશ્વાસ અને કલ્યાણની બુદ્ધિ હોવાથી ખૂબ જ સ્થિરતા(ધીરજીપૂર્વક આ કાર્ય કરે છે. જરા પણ ઉતાવળ કરતો નથી. વૈરાગ્ય વધ્યો છે. સંસારાભિમુખતા ઘટી છે. કર્મો
થવાથી અને શાને 18 હોવાથી, યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org