________________
બીજી તારા દૃષ્ટિ પ્રમાણે આ દૃષ્ટિના પ્રભાવે આ જીવમાં આવા આવા ઉત્તમ ગુણોનો આવિર્ભાવ થાય છે. આવા
વિનય અધિક ગુણીનો કરે, મન, દેખે નિજ ગુણ હાણ, મનવા ત્રાસ ધરે ભવ ભય થકી,મન ભવ માને દુઃખખાણ મનOાજા
ગાથાર્થ - આ સાધક જીવ ગુણવાન આત્માઓનો ઘણો વિનય કરે છે. પોતાના ગુણોની ન્યૂનતા દેખે છે. સંસારના ભયો થકી મનમાં ત્રાસ ધારણ કરે છે. અને “આ ભવને દુઃખોની ખાણ માને છે. જો
વિવેચન - યોગીજનોનો સતત પરિચય, સહવાસ, અને ઉપદેશ દ્વારા આ દૃષ્ટિમાં આવેલો આ આત્મા તપાવેલું સુવર્ણ જેમ વળે તેમ વાળી શકાય એટલો બધો નરમ- અને સરળ બની જાય છે. આત્મકલ્યાણનું સાચું તત્ત્વ જાણવાની પૂરેપૂરી ભૂખ લાગે છે. અને તે ભૂખ આ યોગીજનોથી જ પૂરાશે એમ જાણતો છતો હૃદયના બહુમાનપૂર્વક તે યોગીજનોનો ઘણો જ વિનય કરે છે. તેઓ જ્યારે બહારથી આવે ત્યારે સામા જવું, દેખતાંની સાથે જ બે હાથ જોડવા, તેઓને સુખ-સાતા. પૂછવી, તેઓની પાછળ પાછળ ચાલવું, આસન પાથરી આપવું, તેના ઉપર “પધારો” એમ કહેવું, તેઓ બેઠા પછી બેસવું, જાય ત્યારે વોળાવા જવું, બેઠા હોય ત્યારે શરીરસેવા કરવી, ઇત્યાદિ ઘણો વિનય કરે છે. હૈયું ધર્મના રાગથી ભીંજાઈ ચુક્યું છે. ગુણીજનો પ્રત્યે આન્તરિક બહુમાન પ્રગટ્યું છે. તે મહાત્માઓ ગુણીજન છે. એમ સમજાયું છે. આ સાધુઓ જ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને પંચાચારના સાચા પાલક છે. અનેક ગુણોના ભંડાર છે. એમ સમજાય છે.
યોગીજનોને ગુણવાન જાણવાથી પોતાની જાતમાં ગુણોની બહુ હાનિ દેખાય છે. આજ સુધી મોહના ઉદયથી પોતાની જાતને ડાહી ડાહી અને અતિશય વિશિષ્ટ આ જીવ માનતો હતો. મારામાં ક. ૪ોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org