________________
૬૪
આઠ દૃષ્ટિની સઝાય શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મન, શિષ્ટ કહે તે પ્રમાણમાં મનસ્વી સુયશ લહે એ ભાવથી, મન, ન કરે જુઠ ડહાણ, મન૦ પો.
ગાથાર્થ - શાસ્ત્રો ઘણાં છે અને આપણામાં બુદ્ધિ અલ્પ છે. માટે શિષ્ટ પુરુષો જે કહે તે જ પ્રમાણ છે. એમ માને છે. આવા ભાવથી આ જીવ જગતમાં સારા યશને પામે છે. પરંતુ ખોટાં જુઠાણાં અને આડંબર કરતો નથી. Ifપા
વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા અને વૈરાગ્યવાસિત આ જીવને યોગીજનોના સતત પરિચયથી પરમાત્માની વાણી ગમી છે. આગમશાસ્ત્રો ઉપર ઘણું જ બહુમાન છે. વારંવાર તેનું શ્રવણ અને પરિશીલન કરવા આ જીવ ઝંખે છે. પરંતુ શાસ્ત્રવચનોનો વિસ્તાર અતિબહુ છે. તે વચનો જુદા જુદા વિષયોવાળાં છે. સંસ્કૃત-પ્રાકૃત આદિ દુર્ગમ ભાષાઓમાં નિબદ્ધ છે. તર્ક અને ન્યાયની જટિલ રચનાવાળાં છે. તે સમજવા જેટલી બુદ્ધિ મારી પાસે નથી. “મતિ થોડલી” અતિશય અલ્પ બુદ્ધિ છે. આવા પ્રસંગે વીતરાગ પરમાત્માની વાણીના પરમાર્થને જાણનારા અને તેને અનુસાર સમજાવનારા શિષ્ટ પુરુષો જે કહે છે તેને પ્રમાણ માનીને તેને અનુસરવામાં જ મારું આત્મહિત છે. ઘણાં શાસ્ત્રો વાંચવા માટેનું દીર્ઘ આયુષ્ય, વિશાળ મતિ, અને તીણ મેધા ન હોવાથી જેઓએ આ શાસ્ત્રો વાંચ્યાં છે. અને તેના સાર રૂપે આપણને જે ઉપદેશ આપ્યો છે. તે ઉપદેશ જ સાંભળીને મારે મારા આત્માના “કલ્યાણસાધક કાર્યોમાં વેળાસર જોડાઈ જવું જોઈએ.
જે પરમાત્માએ કેવલજ્ઞાન અને કેવલદર્શન દ્વારા વિશ્વના સમસ્ત ભાવો જોયા છે અને જોઈને યથાર્થ રીતે પ્રકાશ્યા છે, તેવા મહાજ્ઞાનીઓના વચનોમાં વિશ્વાસ રાખીને ચાલવાથી જ યોગમાર્ગનું સેવન શક્ય બને છે. આ પ્રમાણે અનંતજ્ઞાનીઓને અને તેઓના માર્ગે ચાલનારા ગુરુવર્ગને તથા આગમશાસ્ત્રોને અતિશય પૂજ્યભાવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org