________________
૫૮
આઠ દૃષ્ટિની સઝાય આવનારા જીવમાં પ્રગટે છે. લોકોત્તર એવા જૈનધર્મની આરાધના કરનારા સાધક આત્મામાં આ ત્રણ ગુણ હોવા જરૂરી છે. આ ગુણો વિના સાચી તત્ત્વપ્રાપ્તિ થતી નથી. પોતાનો હઠાગ્રહ જોરમાં હોય છે ત્યારે સાચું તત્ત્વ સમજાવનારા ગુરુ ગમતા નથી. પરંતુ પોતાના હઠાગ્રહને પોષે તેવી વાત કરનારા ગુરુ પાસે જ જાય છે. અને તેવા અગીતાર્થ ગુરુને ગીતાર્થ ગુરુ માની લઈ તેમનું નામ વટાવી પોતાના હઠાગ્રહમાં જ મજબૂત થયો છતો મોહબ્ધ બને છે. હઠાગ્રહ રાખીને જિજ્ઞાસા દર્શાવવી એ એક પ્રકારનો દંભ જ છે. આવી ભાવનાથી જીવનું કલ્યાણ થતું નથી.
આગ્રહમુક્ત અવસ્થા વિના સાચી જિજ્ઞાસા આવતી નથી. અને સાચી જિજ્ઞાસા વિના તત્ત્વજ્ઞાન થતું નથી. તેના વિના આત્મકલ્યાણ સાધી શકાતું નથી. એમ સમજી ઉત્તમ આરાધક આત્માઓએ હઠાગ્રહ-કદાગ્રહ ત્યજીને જ્ઞાની ગીતાના શરણમાં જવું એ જ સાચો કલ્યાણનો માર્ગ છે. આ જ વાત ગ્રંથકાર વધારે સ્પષ્ટપણે હવે પછીની ગાથામાં સમજાવે છે. રા. એહ દૃષ્ટિ હોય વરતતા, મન, યોગકથા બહુ પ્રેમ મનવા અનુચિતતેહન આચરે, મન વાળ્યો વળેજિમહેમામનાર
ગાથાર્થ - આ તારા દૃષ્ટિમાં આત્માને “યોગ” સંબંધી કથાઓ પ્રત્યે અતિશય પ્રેમ વર્તે છે. અનુચિત આચરણ આ આત્મા આચરતો નથી. તથા ગુરુવર્ગ દ્વારા તત્ત્વમાર્ગ સમજાતાં “સુવર્ણ”ની જેમ વાળ્યો વળે છે. all
વિવેચન - આ દૃષ્ટિમાં આવનારા આત્માને તત્ત્વ જાણવાની જિજ્ઞાસા વધી છે. આત્મકલ્યાણ સાધવાની ભૂખ લાગી છે. સંસાર પ્રત્યેનો રાગ-પ્રેમ મંદ પડ્યો છે. મોક્ષ તરફનો પંથ કાપવાની તાલાવેલી લાગી છે. એટલે જ્યાં જ્યાં જ્ઞાની ગુરુનો યોગ સાંપડે છે ત્યાં ત્યાં હૃદયના ભાવપૂર્વક જાય છે. યોગધર્મની (આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org