________________
૫૬
આઠ દૃષ્ટિની સજ્ઝાય
કોઈની પરવશતાથી ધર્મક્રિયામાં જોડાયા હોય તો પણ યોગદૃષ્ટિ પ્રાપ્ત થયેલી હોવાથી તે ધર્મક્રિયામાં ઇચ્છા-પ્રીતિ પ્રગટ થઇ જાય છે. પરંતુ લાંબોકાળ ચાલવાથી અથવા તેવા પ્રકારનો ક્રિયાનો અનુભવ ન હોવાથી કંટાળી જવાય થાકી જવાય એવું બને છે. પરંતુ બીજી તારા દૃષ્ટિમાં આ જીવ આવે ત્યારે પોતાને જ હોંશ વિશેષ હોવાથી, તે તે ધર્મક્રિયાની હાર્દિક રુચિ વિશેષ હોવાથી કંટાળો કે તિરસ્કાર થતાં નથી. આ રીતે બીજી દૃષ્ટિમાં આ જીવને ધર્મક્રિયાઓમાં ખેદ અને ઉદ્વેગ એમ બન્ને દોષો હોતા નથી પરંતુ અખેદ અને અનુદ્વેગ હોય છે.
-
આ ધર્મક્રિયાઓ પંચેન્દ્રિયના ભવમાં, માનવના ભવમાં, જૈનમૂળમાં, અને સંસ્કારી ઘરોમાં જ શક્ય છે. આત્માનું હિત-કલ્યાણ કરનારી આ ધર્મક્રિયાઓ છે. તેથી કંઈક કંઈક મુશ્કેલીઓ પણ આવે, તેનો સામનો પણ કરવો પડે, આવા સમયે જો ઉદ્વેગ કરીએ તો આત્મસાધના ફરી શક્ય જ ક્યાંથી બને ? આ ભવ, આ કૂળ અને આ ઘર પૂર્ણ થતાં જ હાથમાં આવેલી બાજી પૂર્ણ થઈ જ જવાની, આવો ખ્યાલ આ દૃષ્ટિવાળા જીવને આવે છે. તેથી અલ્પ પણ ઉદ્વેગ પામ્યા વિના ધર્મક્રિયાઓ આચરે છે. તથા તે ક્રિયાઓના પ્રેમને લીધે તેનું રહસ્ય જાણવા જિજ્ઞાસાગુણ પ્રગટે છે.
પ્રથમ દૃષ્ટિકાળે આ જીવને મુક્તિ તરફ અદ્વેષ ગુણ પ્રગટ્યો છે. અને આ બીજી સૃષ્ટિમાં તત્ત્વ જાણવાની, મુક્તિનું સ્વરૂપ જાણવાની, અને મુક્તિના ઉપાયભૂત રત્નત્રયીની સાધના જાણવાની જિજ્ઞાસા વિશેષ પ્રબળ બને છે. આ કારણથી ગુરુવર્ગનો સંપર્ક વધે છે. વ્યાખ્યાનશ્રવણ વધે છે. જ્ઞાની અને વૈરાગી ગુરુવર્ગની શોધમાં આ જીવ પ્રવર્તે છે. સામાન્યપણે જે વિષય તરફ દ્વેષ અને ઉદ્વેગ હોય છે તે વિષય પ્રત્યે જિજ્ઞાસા થતી નથી. અને જે વિષય પ્રત્યે દ્વેષ અને ઉદ્વેગ નાશ પામી જાય છે તે વિષય પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org