________________
૫૫
ભાવો અને પાંચ પ્રકારના શ્રવણની ચિ. અન્ય એક યોગ
બીજી તારા દૃષ્ટિ છે. આત્માની શુદ્ધિ તરફનું લક્ષ્ય બંધાયું હોવાથી અને તે તરફ દૃષ્ટિ ઢળી હોવાથી તેવા યોગીઓની કથા પ્રત્યે પ્રેમ, યોગીઓ તરફ બહુમાન, તેઓ પાસેથી તત્ત્વશ્રવણની રુચિ, દેવ-ગુરુ પ્રત્યે સમર્પણભાવ, શૌચ આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયાદિ ગુણોની રુચિ, ઇત્યાદિ શુભ ભાવો આ દૃષ્ટિમાં જીવને પ્રાપ્ત થાય છે ના. નિયમ પંચ ઈહાં સંપજે, મન9 નહી કિરિયા ઉદ્વેગ. મનવા જિજ્ઞાસા ગુણતત્ત્વની, મન પણ નહી નિજહઠ ટેક.મન મારા
ગાથાર્થ - આ તારાદષ્ટિમાં ઉપરોક્ત પાંચ નિયમ પ્રાપ્ત થાય છે. ક્રિયા તરફ ઉગભાવ હોતો નથી, યથાર્થતત્ત્વને જાણવાનો જિજ્ઞાસાગુણ પ્રગટે છે. અને પોતાની માન્યતાનો હઠાગ્રહ બીલકુલ હોતો નથી. રા
વિવેચન - આ તારા દૃષ્ટિમાં ઉપરોક્ત શૌચ-સંતોષ-તપસ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન એમ પાંચ પ્રકારના નિયમો આ જીવને પ્રાપ્ત થાય છે. તથા પહેલી મિત્રાદષ્ટિમાં ખેદદોષનો ત્યાગ જેમ આવે છે, તેમ બીજી દૃષ્ટિમાં ઉદ્વેગ દોષનો જીવનમાં ત્યાગ પ્રાપ્ત થાય છે. જેથી ધર્મક્રિયા આચરવામાં ઉગ થતો નથી. ખેદ એટલે ધર્મક્રિયા કરવાની ઇચ્છા ન થવી, ક્રિયાઓ તરફ રુચિ જ ન થવી. અને ઉદ્વેગ એટલે પ્રારંભેલી ક્રિયામાં કંટાળો-થાક-તિરસ્કાર થવો તે. ખેદ નામનો દોષ ધર્મક્રિયા આરંભ્યા પૂર્વે હોય છે. અને ઉગ નામનો દોષ ધર્મક્રિયા આરંભ્યા પછી હોય છે, ખેદ હોય
ત્યાં ઉગ અવશ્ય હોય જ છે. પરંતુ ઉગ હોય ત્યાં ખેદ હોય પણ ખરો અને ન પણ હોય. પ્રથમ એવી મિત્રા દૃષ્ટિ આવ્યા પહેલાં ધર્મક્રિયાઓ ગમતી જ ન હોવાથી ખેદ અને ઉગ એમ બન્ને દોષો હતા, પરંતુ મિત્રા દૃષ્ટિ આવતાં ધર્મક્રિયાઓ કરવાની ઈચ્છા પ્રગટે છે. ક્રિયાઓ કરવાની રુચિ થાય છે, પરંતુ અભ્યાસ ન હોવાથી ધર્મક્રિયાઓમાં કંટાળો આવી જાય છે. અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org