________________
બીજી તારા દૃષ્ટિ
૫૩
સમજી-વિચારીને દુ:ખો વેઠવાનું બળ ગુરુગમ દ્વારા આ તપધર્મથી જ આવે છે. જીવનની જરૂરિયાતો ઘટાડ્યા વિના સંતોષગુણ ન આવે અને જરૂરિયાતો ઘટાડવા તપધર્મનું આસેવન આવશ્યક છે. વસ્તુની અપ્રાપ્તિ થઈ હોય ત્યારે તો ત્યાગી છીએ જ, પરંતુ વસ્તુ ઘરમાં હોવા છતાં તેના ઉપરની મૂર્છા ઓછી કરીને જિનેશ્વર પરમાત્માની આજ્ઞા અનુસાર તેનો ત્યાગ કરીએ, એ જ સાચો તપ છે. આવો તપ વારંવા૨ ગુરુ વર્ગના વ્યાખ્યાનશ્રવણ અને સહવાસથી આવે છે.
તે જ ભવે મોક્ષે જનારા મહાત્માઓ પણ કર્મક્ષય માટે આ તપધર્મ આચરે છે. શ્રી તીર્થંકર પરમાત્મા મહાવીરદેવે સાડાબાર વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી હતી, તો મારે તો કર્મ ખપાવવા માટે તપધર્મ આચરવો જ જોઈએ, એવું આ બીજી દૃષ્ટિમાં આવેલા જીવને સમજાય છે.
શૌચ-સંતોષ અને તપધર્મ આ ત્રણ નિયમો જીવનમાં આવ્યા પછી સ્વાધ્યાયગુણ પ્રાપ્ત કરવો આવશ્યક છે. જૈનશાસ્ત્રોનું ગુરુદેવો પાસે વારંવાર અધ્યયન કરવું તે સ્વાધ્યાય કહેવાય છે આ સ્વાધ્યાયથી યથાર્થ તત્ત્વજ્ઞાન પ્રગટે છે. મન અને જીવન અતિશય નિર્મળ થાય છે. નિરંતર સ્વાધ્યાય રમણતાના કારણે માનસિક વિકારો-વાસનાઓ અને ક્લેશો નિર્મળ થઈ જાય છે. આ સ્વાધ્યાયના પાંચ ભેદ છે. (૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પરાવર્તના, (૪) અનુપ્રેક્ષા, (૫) ધર્મકથા.
(૧) ગીતાર્થ-યોગી મહાત્માઓ પાસે શાસ્ત્ર અધ્યયન કરવું તે વાચના. (૨) અર્થશ્રવણ કરતાં ઉત્પન્ન થયેલી શંકાઓ પુછવી તે પૃચ્છના. સૂત્ર અને અર્થનું વિસ્મરણ ન થાય તે માટે વારંવાર અભ્યાસ કરવો તે
(3)
પરાવર્તના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org