________________
૪૮
આઠ દૃષ્ટિની સઝાય કે તારાદષ્ટિમાં આ દર્શન (આત્મતત્વનો બોધ-જ્ઞાન) ગોમયના એટલે કે છાણાંના અગ્નિના પ્રકાશ સમાન હોય છે. ઘાસના અગ્નિ કરતાં છાણાંનો અગ્નિ કંઈક વધુ કાળ રહેનારો અને કંઈક વધુ પ્રકાશ આપનારો હોય છે. તેમ તારા દૃષ્ટિમાં આત્મા તરફના લક્ષ્યનો બોધ વધુ કાળ રહેનારો અને કંઈક વધુ સતેજ હોય છે.
મિત્રો અને તારા આ બન્ને દૃષ્ટિમાં મુમુક્ષુ આત્માને આત્મશુદ્ધિના લક્ષ્યનું જ્ઞાન તૃણ અને ગોમયના અગ્નિના પ્રકાશ સમાન ભલે અતિશય અલ્પ અને નિર્બળ છે, તો પણ તે અતિશય કિંમતી છે અને આત્માર્થી જીવોને ઘણો જ આનંદ આપનારું છે. જેમ શારીરિક કોઈ અગમ્ય રોગથી અતિશય પીડાતા અને રોગના નિદાન વિનાની જુદી જુદી ઘણા પ્રકારની ચિકિત્સા કરવા દ્વારા હતાશ થયેલા રોગીને સાચું રોગનિદાન કોઈ વૈદ્ય પાસેથી થાય તો જે આનંદ થાય છે. તથા સર્વથા ગાઢ અંધકારમાં મધ્યરાત્રિમાં ભયંકર અટવીમાં ભૂલા પડેલાને એકાદ તેજનું કિરણ મળવાથી જે આનંદ થાય છે તે શબ્દોથી અવર્ણનીય છે. અનુભવનાર જ જાણે છે. આ વાત સર્વ પ્રાણીને અનુભવસિદ્ધ છે. તેમ ગાઢ મોહનિદ્રામાં અને અજ્ઞાન દશામાં અટવાયેલા જીવને આત્મતત્ત્વના લક્ષ્યરૂપ અલ્પ પ્રકાશ મળતાં પણ તેવો જ આનંદ થાય છે.
આપણો આ જીવ સંસારમાં કેમ રખડે છે ? જન્મ-મરણની પરંપરામાં કેમ અટવાયો છે ? રોગ-શોક-ભય અને કલેશનાં અપાર દુઃખો કેમ ભોગવવાં પડે છે ? તેનું નિદાન-કારણ શું ? તેનો ખ્યાલ આજ સુધી ન હતો. આ બન્ને દૃષ્ટિઓ આવતાં જ આ દુઃખના નિદાનનું (કારણનું) જ્ઞાન થયું. શરીરમાં આત્મા નામનું એક અખંડ-અનંત ચેતનામય જીવદ્રવ્ય છે. કર્મોથી તે ચૈતન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org