________________
પ્રથમ મિત્રા દૃષ્ટિ
૨૫ અને હોઠના જુદા ભાવ ન રખાય. તેમ કરવાથી પાપ લાગે એમ ડરે છે. બીજાની વસ્તુ તેની રજા વિના આપણાથી કેમ લેવાય ? લઈએ તો આપણું જીવન કલંકિત થાય. આપણે ચોર કહેવાઈએ. આજે નાની વસ્તુ લઈએ તો કાલે મોટી વસ્તુ લેવાનું મન થાય. આ સારો માર્ગ નથી. એવા વિચારો આવે. પરસ્ત્રી પ્રત્યે (સ્ત્રીને આશ્રયી પરપુરુષ પ્રત્યે) કામવાસનાના ભાવથી જોવાય જ કેમ? જોઈએ તો પણ પાપ લાગે તો પછી વ્યવહાર તો થાય જ કેમ? રાવણ આદિ જે જીવો આવું કરવા ગયા તે અકાળે મૃત્યુ અને અપયશ પામ્યા. ઘણી વસ્તુઓની મમતા અને સંગ્રહ આ જીવને આકુળ-વ્યાકુળ બનાવે છે. ચિંતાતુર અને સતત અસંતોષી જ રાખે છે. તેથી ઘણા પરિગ્રહ વડે મારે સર્યું. આવા વિચારો કરીને આ આત્મા અહિંસા- સત્ય- અચૌર્ય- બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પાંચ યમધર્મોને આ દૃષ્ટિકાળે પ્રાપ્ત કરે છે. તેવા પ્રકારની અહિંસા આદિમાં વર્તવાના ભાવ જાગે છે. કારણ કે હવે દૃષ્ટિ બદલાઈ છે.
ખેદ દોષનો ત્યાગ-આજ સુધી આ જીવ મોહની તીવ્રતાના કારણે શુભ કાર્યોમાં ખાસ પ્રવૃત્તિ કરતો જ ન હતો. અને કદાચ કોઈ સંજોગોને લીધે શુભકાર્યમાં પ્રવૃત્તિ કરવી પડે તો તેમાં ખેદ-અરુચિ જ થતી હતી. પરંતુ તૃણતુલ્ય જ્ઞાનપ્રકાશના બળે હવે હિંસા આદિ પાપોમાં ભય લાગ્યો છે. આવાં પાપો બાંધીને હું ઘણું રખડ્યો છું. મને કોઈ દુઃખ આપે તો ગમતું નથી, તો પછી મેં ભૂતકાળમાં ઘણાને દુઃખ આપ્યું છે. ઘણાના મનને પીડા ઉપજાવી છે અરેરે ! હવે મારું શું થશે ? હવે કંઈક ધર્મકાર્ય કરું. કંઈક પાપ- પ્રક્ષાલનનું કાર્ય કરું. એમ વિચારી શુભ ધર્મકાર્યમાં હોંશે હોંશે જોડાય છે. જેથી તે તે ધર્મકાર્ય કરવામાં ખેદ-થાક-પરિશ્રમ જણાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org