________________
૨૬
આઠ દૃષ્ટિની સઝાય અદ્વેષ ગુણની પ્રાપ્તિ - ભોગ તરફની જે દૃષ્ટિ હતી તે બદલાઈને આત્મલક્ષી બનવાથી અનાદિકાળથી મુક્તિ પ્રત્યે જે કેષ- અણગમો- અરુચિ-અભાવ પ્રવર્તતો હતો તે પણ બદલાઈ જાય છે. અને અદ્વેષભાવ = પ્રીતિભાવ પેદા થાય છે. મુક્તિ તરફ અદ્વેષભાવ- પ્રીતિભાવ આવે છે એટલે મુક્તિ માટેના ઉપાયભૂત ધર્મકાર્યો અને ધાર્મિક કથાઓ તથા ધર્મસંબંધી વ્યાખ્યાન આદિમાં પણ અષભાવ- પ્રીતિભાવ આપોઆપ જ આવે છે. “જેને જે સાધ્ય ગમે, તેને તેના ઉપાયો પણ ગમે જ' એવો જાય છે. જેમ-જેને ધન ગમે તેને ધનના ઉપાયભૂત નોકરીધંધો આદિ ગમે જ. જેને ક્રિકેટ ગમે, તેને ક્રિકેટની ચર્ચા પણ ગમે જ. જેને ભોગસુખો ગમે, તેને ભોગસુખના ઉપાયભૂત પાંચ ઇન્દ્રિયોના વિષયો પણ ગમે જ. તેવી રીતે જ્યારથી આ આત્માને મુક્તિસુખ ગમે છે ત્યારથી મુક્તિના ઉપાયભૂત ધર્મકાર્યો પણ ગમે જ છે, તેથી તે કાર્યો વિષેનો દ્વેષ ચાલ્યો જાય છે.
તથા “મુક્તિ પ્રત્યે અષ(પ્રીતિ)ભાવ થયો હોવાથી મુક્તિના કાર્યમાં વિધ્ધ કરનારા - વિઘાતક ભાવો ઉપર પણ અદ્વેષ જ પ્રવર્તે છે. કારણ કે જો વિઘાતક આદિ અન્ય ભાવો ઉપર જો હૃદયમાં હું દ્વેષ રાખીશ તો તે દ્વેષના કારણે મનમાં સતત સંક્લેશ અને આકુળ-વ્યાકુળતા વધશે. મુક્તિમાર્ગની સાધના કરતાં પણ તે વિઘાતકભાવને નુકશાન કરવાના જ ભાવો આવશે. આવા અશુદ્ધ ભાવો આવવાથી મારી સાધના દુષિત અને નિષ્ફળ જશે. તેથી હું વિઘાતક એવા અપરભાવો ઉપર પણ દ્વેષ ત્યજી દઉં. એમ સમજીને અપરભાવો ઉપર પણ અદ્વેષભાવ હૃદયમાં રાખે છે. તેથી જ ગાથામાં કહ્યું છે કે-“ષ નહી વળી અવરશું” અપરપદાર્થો ઉપર પણ આ જીવ અદ્વેષભાવ વાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org