________________
૩૮
આઠ દૃષ્ટિની સઝાય તેમ તેવા ગુરુને સદ્ગુરુ તરીકે હૈયામાં વસાવવા એ વાત તેનાથી પણ દુર્લભતર છે. હૈયામાં તેઓ પ્રત્યે સદ્ગુરુપણાની બુદ્ધિ આવી જાય અને આવા મહાત્માથી મારું કલ્યાણ છે એમ સમજીને તેઓને વંદનાદિ જે કંઈ પરિચર્યા કરાય તે અવશ્ય કર્મક્ષય કરાવનારી જ ક્રિયા છે. આત્માને છેતરનારી ક્રિયા નથી. તેથી આ બીજા નંબરનો ક્રિયાવંચક યોગ છે.
જ્યાં યોગ(મિલનજો અવંચક હોય અને તેની સાથેની ક્રિયા જો અવંચક હોય તો તજ્જન્યફળ તો અવશ્ય અવંચક જ હોય છે. કારણ કે પોતાના નિયત ફળને આપે તેને જ અવંચક યોગ અને અવંચક ક્રિયા કહેવાય છે. જો પોતાના નિયત ફળને ન આપે તો તે વધ્ધ યોગ અને વષ્ય ક્રિયા જ બને છે. જેમ ધનુષ્યમાં બાણ બરાબર ચડાવ્યું હોય, અને લક્ષ્ય ભણી બાણ છોડવાની ક્રિયા જો યથાર્થ - અવિપરીત કરી હોય તો લક્ષ્ય પ્રાપ્તિ રૂપ ફળ તો અવશ્ય આવે જ. તેમાં કંઈ પણ સંદેહ નથી જ. તેવી જ રીતે યોગાવંચકતા અને ક્રિયાવંચકતા જો છે તો તેનાથી લભ્યફળ અવશ્ય પ્રાપ્ત થતું જ હોવાથી ફળાવંચકતા પણ આવે જ છે. આ પ્રમાણે (૧) યોગાવંચક, (૨) ક્રિયાવંચક અને (૩) ફળાવંચક એમ ત્રણ પ્રકારના આ અવંચક ભાવો જાણવા. આ મિત્રાદષ્ટિમાં આવેલા જીવને સદ્ગુરુનો યોગ થયો તે યોગાવંચકતા. અને તેઓને સ પણે ઓળખી વંદનાદિ જે ક્રિયા કરે છે તે ક્રિયાવંચકતા. અને તેના દ્વારા ઉપર-ઉપરની દૃષ્ટિઓમાં આત્માનું જે ઊર્ધ્વગમન થાય તે ફળાવંચકતા. એમ જાણવું. ||૧૨|| ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે ! તિમ ભવિ સહજ ગુણે હોયે, ઉત્તમનિમિત્ત સંયોગીરા૧૩
વીર જિનેસર દેશના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org