________________
પ્રથમ મિત્રા દૃષ્ટિ
૩૯ ગાથાર્થ - ચકોર પક્ષી જેમ ચંદ્રને ઇચ્છે. અને ભમરો જેમ માલતી પુષ્પને ઇચ્છે, તેવી રીતે ભવ્યજીવ સ્વાભાવિક ગુણે કરીને ઉત્તમ નિમિત્તોના સંયોગોને પ્રાપ્ત કરે છે. |૧૩
વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા જીવને ધર્મ પ્રત્યે ઉત્કટ ઇચ્છા પ્રવર્તતી હોય છે. તે વાત સમજાવવા સુંદર બે ઉદાહરણ આપે છે. અને આ બન્ને ઉદાહરણો જગત્મસિદ્ધ છે. ચકોર નામનું પક્ષી ચંદ્રના ઉદયને અતિશય ઉત્કટપણે ઝંખે છે. તથા મધુકર (ભમરો) સદા માલતીના ફૂલને સુગંધના વ્યસનના કારણે અત્યન્ત ઇચ્છે છે. તેવી રીતે મિત્રાદષ્ટિમાં આવેલો આ ઉત્તમ આત્મા પોતાનામાં પ્રગટેલા સ્વાભાવિક ધર્મપ્રેમ નામના ગુણ વડે ધર્મપ્રાપ્તિના ઉપાયભૂત એવા નિમિત્ત-સંયોગોને તીવ્ર ઇચ્છાથી ચાહે છે. અને દિન-પ્રતિદિન તેવા સંજોગો મળ્યા જ કરે એમ ઈચ્છે છે. આ સંસાર ચક્રમાં ભવોભવમાં અર્થ-કામનાં સાધનો છેડ્યાં છે અને મળ્યાં પણ છે. તેનાથી આસક્તિપૂર્વક તેનો ઉપયોગ કરીને આ જીવે કર્મો જ બાંધ્યાં છે. કોઈ ભવ એવો ગયો નથી કે જ્યાં હીનાધિકપણે પણ અર્થકામનાં નિમિત્તો ન મળ્યાં હોય.
આવા પ્રકારનાં નિમિત્તો મળવા છતાં પણ તેનાથી આ આત્માનું કંઈપણ કલ્યાણ થયું નથી. ધર્મના ઉપાયો અને નિમિત્તો મળવાં જ અતિશય દુષ્કર છે. અર્થ અને કામના પ્રસંગો આ જીવને અનાદિસંસ્કારના જોરે વિના સમજાવે પણ આવડી જાય છે. તે ભાવો સમજાવવા પડતા નથી. પરંતુ ધર્મના ઉપાયો સમજાવવા જ પડે છે. અને સમજાવવા છતાં પણ બુદ્ધિમાં તુરત ઉતરતા નથી. મોહની માયાજાળમાંથી તે ધર્મપ્રાપ્તિના ઉપાયો જ આ જીવને મુકાવનાર છે. તેથી સદ્ગુરુનો નિરંતર સંયોગ, ધર્મશ્રવણ, દેવ-ગુરુનો વંદન-પ્રણામ. યથાશક્તિ તપ, સ્વાધ્યાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org