________________
૪૦
આઠ દૃષ્ટિની સઝાય સત્સંગ, આવાં નિમિત્તો મને કેમ મળે ? મળે તો તેનો નિરંતર સંયોગ કેમ રહે? તેનો પ્રેમ મને વધારે કેમ દઢ થાય? ગાઢ અનુબંધવાળા સંબંધો કેમ બને ? એવી ધર્મના ઉપાયોની તીવ્ર ઇચ્છા આ જીવ કરે છે I૧૩ એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર્તી રે ! સાધુને સિદ્ધ દશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તી રે ૧૪ો
વીર જિનેસર દેશના. ગાથાર્થ – આ અવંચકયોગ જીવને શરમાવર્તમાં પ્રગટ થાય છે. સાધુમહાત્માઓને આ યોગબીજવાળું ચિત્ત જાણે આત્મદશા સિદ્ધ થઈ ચૂકી છે. તેવું અર્થાત્ સિદ્ધદશા=પ્રાપ્તદશા સમાન હોય છે |૧૪|
વિવેચન :- આ સંસાર અનાદિનો છે. દરેક જીવોએ આ સંસારમાં અનંત પુદ્ગલ પરાવર્તો પસાર કર્યા છે. અને જો સમ્યકત્વાદિ ગુણો ન પામે તો હજુ પણ તેટલાં જ પુદ્ગલ પરાવર્તી સુધી રખડવાનું છે. પુદ્ગલ પરાવર્ત જૈન શાસ્ત્રમાં દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવથી ચાર પ્રકારે જણાવ્યા છે. તેના પણ સૂક્ષ્મ અને બાદર એમ બે બે ભેદો ગણતાં આઠ પ્રકાર છે. તેનું વર્ણન ગ્રન્થાન્તરથી જાણી લેવું. પરંતુ ચૌદ રાજલોકવર્તી સંપૂર્ણ લોકાકાશના પ્રત્યેક આકાશપ્રદેશો એક જીવ મૃત્યુ દ્વારા ક્રમશઃ સ્પર્શ કરવા વડે સમાપ્ત કરે તેને એક સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. આવા પ્રકારના એક પુદ્ગલ પરાવર્તમાં અનંત ઉત્સર્પિણી-અનંત અવસર્પિણી કાળ થાય છે. આ સંસારમાં જન્મ-મરણ-રોગ-શોક આદિ અનેક દુઃખો અનુભવવા દ્વારા આ જીવે આવા પ્રકારનાં અનંત પુદ્ગલ પરાવર્ત પસાર કર્યા છે. તેમાંથી જ્યારે માત્ર એક પુદ્ગલ પરાવર્ત જેટલો જ સંસાર બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org