________________
૪૧
પ્રથમ મિત્રા દૃષ્ટિ રહે છે. અર્થાત્ ચરમાવર્તિમાં આ જીવ આવે છે ત્યારે જ ઉપરોક્ત યોગબીજ પ્રાપ્ત થાય છે.
જે જે જીવ ચરાવમાં આવે છે તે સર્વેને યોગબીજ પ્રાપ્ત થાય એવો નિયમ નથી. કારણ કે ચરમાવર્તિમાં આવ્યા પછી પણ બહુ ભાવમલનો (મોહનીયના ઉદયજન્ય વિકારોનો) ક્ષય થાય છે. ત્યારે જ આ યોગબીજ આવે છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે
एतद्भावमले क्षीणे, प्रभूते जायते नृणाम् । करोत्यव्यक्तचैतन्यो, महत्कार्यं न यत्क्वचित् ॥ ३०॥
જેમ અવ્યક્ત ચૈતન્યવાળો આત્મા મોટું કાર્ય કરી શકતો નથી. તેમ બહુ ભાવમલ હોતે છતે આ જીવ યોગબીજ પામતો નથી. પરંતુ બહુ ભાવમલ ક્ષીણ થયે છતે મનુષ્યોને આ યોગબીજ આવે છે.
જ્યારે યોગબીજ પ્રવર્તે છે ત્યારે નિયમ ચરમાવર્ત જ હોય છે. જ્યારે ચરમાવર્તમાં આવ્યા પછી ઘણો ઘણો ભાવમલ ક્ષય થાય છે. ત્યારે આ જીવમાં યોગદશાની ભૂમિકા સ્વરૂપ આવા પ્રકારના ગુણો પ્રગટે છે. (૧) દુઃખી જીવો ઉપર અત્યન્ત કરુણાભાવ વર્તે છે. શારીરિક અને આર્થિક આદિ દુઃખોથી પીડાતા જીવો ઉપર દુઃખ દૂર કરવાની ભાવના અને પ્રયત્નપૂર્વકની કરુણા વર્તે છે. અને મોહની આધીનતાના બળે વિકારોથી પીડાતા જીવોને વૈરાગ્યવાહિની ધર્મદેશના દ્વારા ભાવદુઃખથી મુક્ત કરાવવા સ્વરૂપ ભાવકરુણા વર્તે છે. (૨) ગુણી પુરુષો ઉપર અદ્વેષભાવપ્રતિભાવ પ્રવર્તે છે. (૩) પોતાની ભૂમિકા પ્રમાણે ઉચિત આચરણાયુક્ત આ જીવ બને છે.
મિત્રાદષ્ટિમાં આવેલા જીવને પણ આ યોગબીજ પ્રવર્તે છે અને ઉત્તમ સાધુ મહાત્મા યોગી પુરુષને પણ આ યોગબીજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org