________________
પ્રથમ મિત્રા દૃષ્ટિ
૪૩
છે. તેનાથી સદ્ગુરુ આદિ ઉત્તમ નિમિત્તોનો સંયોગ થાય છે. ત્યારબાદ સદ્ગુરુ તરીકેની તેઓની ઓળખાણ થાય છે. અને સત્પ્રણામાદિ પ્રાપ્ત થાય છે. તેના દ્વારા અવંચકત્રયની પ્રાપ્તિ થાય છે. આ સર્વે ભાવોની પ્રાપ્તિ આ જીવને મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે આવતું જે અપૂર્વકરણ છે. તેની નિકટતાના કાળે થાય છે. જેમ જેમ આ આત્મા ગ્રન્થિભેદના કાળની સમીપ આવે છે. તેમ તેમ ઉપરોક્ત ગુણો આ જીવમાં પ્રગટ થાય છે. અને આ આત્મા ગુણોનું સ્થાન – ગુણોનું ભાજન બને છે. તે કારણથી જૈનશાસ્ત્રોમાં મિથ્યાદૃષ્ટિ નામના પહેલા ગુણસ્થાનકે જે ગુણસ્થાનક એવું નામ આપ્યું છે. તે નામ સાચેસાચ અહીં જ સાર્થક બને છે. અત્યાર સુધી તો આ જીવ ગાઢ મિથ્યાત્વી હતો, અનંતાનુબંધી કષાયોની તીવ્રતાવાળો હતો. એટલે વાસ્તવિકપણે ગુણો તો આવૃત્ત જ હતા, પ્રગટ હતા જ નહીં, છતાં ગુણસ્થાનકમાં સર્વ જીવોનો સમાવેશ કરવાના આશયથી અપ્રગટ એવા પણ સત્તાગત જે ગુણો છે તેને આશ્રયી ઉપચારમાત્રથી ગુણસ્થાનક કહેવાતું હતું. પરંતુ હવે મિત્રાદૃષ્ટિને અનુરૂપ, ભાવિમાં વિશિષ્ટ યોગદશાની પ્રાપ્તિના બીજભૂત ગુણો પ્રગટ થયા હોવાથી આ દશામાં જે ગુણસ્થાનક કહેવાય છે. તે મુખ્યતાએ એટલે કે ઉપચાર વિના વાસ્તવિકપણે કહેવાય છે.
મિથ્યાર્દષ્ટિગુણસ્થાનકનું ગુણસ્થાનક એવું જે નામ પ્રવર્તે છે તે આ દશામાં આવેલા જીવને આશ્રયી યથાર્થતાને પામે છે. આ પ્રમાણે આ જીવની આત્મગુણોના વિકાસની આ યાત્રા શરૂ થઇ છે. હવે આ જીવ મોક્ષમાર્ગનો પથિક કહેવાય છે. મિત્રાદષ્ટિમાં આવેલા જીવને ગ્રંથિની સાચી ઓળખાણ થાય છે. રાગ-દ્વેષની આ ગ્રંથિ મારા આત્માનો સાચો શત્રુ છે. એમ શત્રુભાવે તેની સાચી ઓળખાણ થાય છે. શત્રુની શત્રુભાવે ઓળખાણ થઇ હોય તો તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org