________________
પ્રથમ મિત્રા દૃષ્ટિ
૩૩
જ્ઞાનગંગા ફેલાવવામાં તે લક્ષ્મીનો ઉપયોગ કરે છે. બચતના સમયમાં ગામગપાટાં મારવાને બદલે આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન અને સંતોનો પરિચય તથા સહવાસ કરે છે. ઇત્યાદિ રીતે જીવનનૌકા સંસારરૂપી સાગરના કિનારા ભણી ચલાવે છે. Tel
લેખન પૂજન આપવું, શ્રુતવાંચન ઉદ્ગાહો રે । ભાવવિસ્તાર સજ્ઝાયથી, ચિંતન ભાવન ચાહો રે ।।૧૦ વીર જિનેસર દેશના. ગાથાર્થ લેખન, પૂજન, દાન, શ્રુતવાચના, એકાગ્રચિત્તે સ્વાધ્યાય દ્વારા ભાવોનો વિસ્તાર જાણવાનો પ્રયત્ન, તથા તેનું ચિંતન અને મનન આ આત્મા ચાહે છે (ઇચ્છે છે). ।।૧૦।
વિવેચન પરમાત્માની વાણી જ મને અને સમસ્ત જગતના જીવોને તારનાર છે. આ વાત હૈયે બરાબર ઠસી ગઈ છે. તેથી આગમોને લખે છે. લખાવે છે. ઉંચા બાજોઠ ઉપર સુંદર વસ્ત્ર પાથરી તેના ઉપર ગ્રંથો મુકે છે. તેને ભાવથી વંદના- નમસ્કાર અને સ્તુતિ આદિ કરવા વડે પૂજના કરે છે. પૂજ્યભાવ હૃદયગત કરીને પૂજે છે. આવા ગ્રંથો હું લખાવીને, ખરીદી લાવીને પણ સાધુસંતોને આપું કે જેનાથી તેઓ વ્યવસ્થિત અને સુંદર સાંગોપાંગ અભ્યાસ કરીને મને અને સમસ્ત જીવોને પરમાત્માની વાણી પ્રસારિત કરે. આવા વિચારો કરી આગમ આદિના ગ્રંથો સાધુસંતોને આપે છે. વારંવાર વ્યાખ્યાનશ્રવણ, આગમોના અર્થનું શ્રવણ અને અધ્યાત્મશાસ્ત્રોનું પૂજ્યભાવપૂર્વક સતત એકાગ્ર ચિત્તે શ્રવણ કરે છે.
·
શ્રવણ કર્યા પછી ઘેર જઈને પણ તેનો સતત સ્વાધ્યાય કરે છે. તેના અભ્યાસી જીવો સાથે વર્ગો ગોઠવીને સ્વાધ્યાયમાં લયલીન થઈ જાય છે. સ્વાધ્યાય અને ધર્મશ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલા
આ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org