________________
૩૪
આઠ દૃષ્ટિની સજઝાય આગમજ્ઞાનનું નિરંતર ચિંતન-મનન કરે છે. ઉત્તમ તાત્ત્વિક ભાવોના ચિંતન-મનનની ઝંખના રાખે છે.
આ કલિકાલમાં પરમાત્માની મૂર્તિ અને પરમાત્માનું આગમ આ બે ઉપકારક ભાવો છે. એમ સમજીને આગમગ્રંથો ઉપર ઘણો જ ભાવ થઈ આવે છે. તેથી તેની લેખન-પૂજના આદિ દ્વારા સેવા ભક્તિમાં લયલીન બને છે. (૧૦)
બીજ કથા ભલી સાંભળી, રોમાંચિત હુએ દેહ રે | એહ અવંચક યોગથી, લહીએ ધરમ સનેહ રે I૧ ૧
વીર જિનેસર દેશના. ગાથાર્થ - યોગબીજની કથા સાંભળીને શરીર રોમાંચિત થાય છે અને આવા પ્રકારના આ યોગાવંચકભાવથી ધર્મનો પરમ સ્નેહ આ જીવ પ્રાપ્ત કરે છે. ll૧૧/
વિવેચન - જે આત્માઓને જેનો રસ હોય છે તે આત્માને તે વિષયસંબંધી કથા-વાર્તા સાંભળીને શરીર રોમાંચિત એટલે કે હર્ષિત થાય છે. જેમ કે ક્રિકેટના રસિક જીવોને ગમે તેવા તાપમાં રોડ ઉપર પણ કોઈની દુકાનના ટીવી ઉપર ચાલતી ક્રિકેટ જોવામાં પણ ઘણો જ આનંદ હોય છે. જોવા ન મળે તો પણ તેની કોમેન્ટ્રી સાંભળવાનો અને તેમાં પણ પોતાના દેશના રમનારાઓના વધારે રન થતા સંભળાય તો નાચી ઊઠે છે. ચુંટણીના રસિક જીવોને કોણ ક્યાં ચુંટાવા ઊભો છે ? કોને કેટલા વોટ આવ્યા ? કોણ હાર્યું ? અને કોણ જીત્યું ? ઇત્યાદિ વાતોમાં જ બહુ રસ હોય છે. રેડીયા ઉપર અને ટીવી પ્રસારણ ઉપર અપાતા સમાચારોમાં તે લયલીન થઈ જાય છે. અને પોતાના ઈષ્ટ માણસોની મતગણતરી આગળ ચાલતી હોય તો રાજી રાજી થઈ જાય છે. આ બધાં દશ્ય અનુભવ સિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org