________________
૩૨
આઠ દૃષ્ટિની સઝાય પરમાત્માની આજ્ઞાને અનુસરનારા હોય, તેઓ પ્રત્યે આવા દાનના ભાવો આ જીવને અહીં પ્રવર્તે છે.
() આદરપૂર્વક આગમોનું લેખનાદિ : સાધુ-સંતો પણ ભૂતકાળમાં પરમાત્માએ પ્રકાશિત કરેલી વાણી દ્વારા અમારો અને સકલ વિશ્વનો ઉપકાર કરે છે. અને તે વાણી ગણધરભગવંતોએ આગમગ્રંથોમાં ફૂલની માળાની જેમ ગુંથી છે. અને ત્યાર પછીના મહાન આચાર્યોએ એ આગમ ગ્રંથોમાં ગુંથાયેલી વાણીને પ્રાકરણિક ગ્રંથરચના દ્વારા સકલ લોકભોગ્ય અને સકલ વિશ્વવ્યાપ્ત બનાવી છે. તેથી આ આગમગ્રંથો અને તેના ઉપર રચાયેલા પ્રાકરણિકગ્રંથો વિશ્વવ્યાપી સર્વજીવોને ઘણા કાળ સુધી ઉપકારક બન્યા છે. બને છે અને બનશે. માટે હું તેનો વધારે ને વધારે પ્રચાર-પ્રસારણ કરું. એમ મનમાં સમજીને આ ગ્રંથો પ્રત્યે અત્યંત પૂજ્યભાવ-ઉપકારકભાવ- અહોભાવ હૃદયમાં રાખીને માન- બહુમાનસન્માન અને આદરપૂર્વક તે ગ્રંથોને લહીઓ પાસે લખાવવાનું, યોગ્ય આત્માઓમાં પ્રભાવના કરવાનું કામ આ જીવ કરે છે. જ્ઞાન ગંગાનો પ્રવાહ વહેવરાવવાનો ભાવ જાગે છે. અધ્યયન કરનાર - કરાવનાર આત્માઓને અનેક રીતે સહાયક થાય છે. પૂર્વબદ્ધ પુણ્યોદયથી પ્રાપ્ત એવી પોતાની લક્ષ્મીનો આ ગ્રંથોના લેખન-પ્રકાશન-પ્રભાવના આદિ કાર્યોમાં અને પઠન-પાઠન કરનારા ભાગ્યશાળી આત્માઓને સહાયક થવામાં ઉપયોગ કરે છે. તે તરફની ભાવના હૃદયમાં જામતી જ જાય છે.
આ આત્માની એક દષ્ટિ માત્ર બદલાય તેમાં તો જીવનની આખી લાઈન બદલાઈ જાય છે. જે આત્મા પહેલાં અર્થ અને કામભોગનાં મેગેઝીનો વાંચતો હતો તે હવે પાક્ષિક અને માસિક ધાર્મિક પરિપત્રો વાંચતો થઈ જાય છે. ભોગ તરફ લક્ષ્મીનો ઉપયોગ કરવાને બદલે સાધુસંતોની સેવામાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org