________________
૨૮
આઠ દૃષ્ટિની સજ્ઝાય
હૃદયના ભાવપૂર્વક પ્રણામ આદિ કરે છે. પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ અને બહુમાનના ભાવવાળું કુશળ ચિત્ત રાખે છે. વચનથી ઉત્તમ ભાવવાહી અર્થવાળા શ્લોકો બોલવા દ્વારા નમસ્કાર કરે છે અને કાયાથી મુદ્રાઓ સાચવવા પૂર્વક પંચાંગ પ્રણામ આદિ કરે છે. અહીં મૂળ ગાથામાં “શુદ્ધ” પ્રણામ કરે છે. એ પદમાં શુદ્ધ પદનો પ્રયોગ એટલા માટે કરેલ છે કે આ પરમાત્મા વીતરાગ છે. તેઓશ્રી વીતરાગતાનો જ ઉપદેશ વસાવનારા છે. તેથી તેઓને પ્રણામ કરતી વખતે રાગ-દ્વેષ આદિવાળા મલીનભાવો કેમ રખાય ? માટે ઇહલોક કે પરલોકના સાંસારિક સુખભાવોની આશંસા ત્યજીને આ જીવ પ્રણામાદિ કરે છે.
જે રાગ-દ્વેષ અને અજ્ઞાન વિનાના હોય છે તે જ સાચા દેવ છે. કારણ કે જે રાગ-દ્વેષવાળા હોય, તેને જો દેવ મનાતા હોય તો આ સંસારમાં સર્વે જીવો રાગ-દ્વેષવાળા તો છે જ, તેથી સર્વે જીવો દેવ કહેવરાવવા જોઇએ. પરંતુ તેમ કહેવાતું નથી. માટે જે વીતરાગ પરમાત્મા હોય તે જ સાચા દેવ છે. મારે પણ મારા આત્માની મલીનતા ટાળીને તેવો જ વીતરાગ બનાવવો છે. તેથી તેવા વીતરાગ પરમાત્માના વીતરાગ ભાવને લક્ષ્યમાં રાખીને પ્રણામાદિ કરવા એ જ આત્મકલ્યાણનું કારણ બનશે. એમ સમજે છે. આવાં ઉપરોક્ત તથા હવે પછીની ગાથામાં કહેવાશે તે યોગબીજ અ જીવની તથાભવ્યતા પાકે ત્યારે અને માત્ર એક પુદ્ગલ પરાવર્ત જ સંસાર બાકી રહે ત્યારે જ આવે છે. અર્થાત્ ચ૨માવર્તકાળે જ આવે છે. ઘાસ-દૂધ-દહીં-માખણ અને ઘી ક્રમશઃ થતાં હોવા છતાં ઘીના ચીકાશ-સ્વાદ આદિ ભાવો તેના નિકટના માખણ પર્યાયમાં જેવા દેખાય છે તેવા ઘાસ આદિ દૂરત૨ કાળવર્તી પર્યાયોમાં દેખાતા નથી. તેમ અહીં સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org