________________
૨૨
- આઠ દૃષ્ટિની સઝાય
ક્ષણ બે ક્ષણ જીવી જ માત્ર હોય છે. તો પણ ગાઢ અંધારી રાત્રિના કાળે મહા ભયંકર અટવીમાં ભૂલા પડેલા માનવીને આ અલ્પ પ્રકાશ પણ રસ્તો ચિંધનાર બને છે. ભયંકર અટવી અને ગાઢ અંધકારના કારણે ક્યાં જવું ? અને કઈ દિશામાં જવું ? તે કંઈ પણ સૂઝતું નથી ત્યાં આવો પ્રકાશ પણ ઈષ્ટ સ્થાન તરફ જવાના માર્ગને અલ્પાંશે પણ ચિંધનાર થાય છે. અતિશય થાકેલા, ઉગી બનેલા, અને અનેક ભયોથી આકુળ-વ્યાકુળ બનેલા, અને પોતાના સ્થાને જવાની ઉત્સુકતા વાળાને આ અલ્પ પ્રકાશ પણ માર્ગ બતાવશે એવી આશાએ શ્રમ, ઉદ્વેગને ત્યજીને ચારે દિશામાં ઈષ્ટસ્થાન તરફનો માર્ગ દેખવા પ્રયત્ન કરે છે અને તે દિશામાં આગળ વધે છે. તેવી જ રીતે સાંસારિક ભાવોનો તીવ્ર મોહ અને ગાઢ અજ્ઞાનદશા રૂપ ભયંકર અંધકાર વાળા આ સંસાર રૂપી અટવીમાં જન્મ-મરણ, જરા-રોગ અને શોકાદિ અનુભવતાં અનુભવતાં અહીં તહીં અથડાવાના અને ટીચાવાના કારણે થાકેલા, ઉગી બનેલા અને વિવિધ ભયોથી ત્રસ્ત બનેલા અને નિર્ભય, શાન્ત સ્થાને પહોંચવાને ઉત્સુક બનેલા આ જીવને “અલ્પ પણ આ જ્ઞાનપ્રકાશ” માર્ગ પ્રાપ્તિ થવાની આશારૂપી કિરણ માટે એક આશ્વાસનરૂપ બને છે. અંધકારની ગાઢતમ અવસ્થામાં આ અલ્પ પ્રકાશ પણ ઘણું કામ કરી જાય છે. ત્યારબાદ તો આ જીવ સાચો માર્ગ કોઈ મહાત્મા મને બતાવે એવી આશાથી સગુરુની શોધમાં જ આગળ વધે છે. ૬ વ્રત પણ યમ બહાં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે ! દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે
વીર જિનેસર દેશના. ગાથાર્થ - આ દૃષ્ટિમાં પાંચ વ્રતો રૂપ યમ પ્રાપ્ત થાય છે. ઉત્તમ ધર્મ કાર્યોમાં ખેદ-થાક-પરિશ્રમ લાગતાં નથી. અને ઇતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org