________________
પ્રથમ મિત્રા દૃષ્ટિ
૨૧
તથા બીજો અર્થ એવો પણ છે કે જગતના જીવો ઉપર મૈત્રી ભાવ પ્રગટે, જડ વસ્તુઓ પ્રત્યે જેમ પ્રેમ છે તેમ તેને બદલે જીવમાત્ર ઉપર પ્રેમ વરસે, તેની સાથે આત્મીયતા આવે એવી જે દૃષ્ટિ તે મિત્રાદૃષ્ટિ. દાખલા તરીકે (૧) મજુરી કરતા મજુર પાસે તે સુખે ઉંચકી શકે અને ઉતારી શકે તેટલો જ ભાર ઉંચકાવવો. પરંતુ લોભે વધુ ભાર ન ઉચકાવવો. કારણ કે એ પણ જીવ છે. તેને વધારે દુ:ખ કેમ અપાય ? આવો પ્રેમ. તથા (૨) ગાડે જોડેલા બળદોને સહજ વહન થાય તેનાથી વધારે ભાર કેમ ઊપડાવાય ? એવો જીવપ્રેમ. (૩) આપણે ત્યાં કામ કરતા સેવકો ભુખ્યા હોય તો તેને જમાડ્યા વિના આપણાથી કેમ ભોજન કરાય ? એવો જીવપ્રેમ. (૪) ગરીબ માણસો પાસે તેની ગરીબાઈનો લાભ લઈને આપણે વધુ કામ કેમ કરાવાય? એવો જીવપ્રેમ. (૫) બુદ્ધિજીવી માણસો પાસે પગાર આપીએ તેના કરતાં વધુ કામ આપણાથી કેમ કરાવાય? ઇત્યાદિ રૂપે જીવોની સાથે પ્રેમ. આવા પ્રકારની મિત્રતા જ્યારથી દૃષ્ટિમાં આવે ત્યારથી સમજવું કે આ મિત્રાદૃષ્ટિ કહેવાય.
આ ર્દષ્ટિકાળે આત્માના હિતનું જ્ઞાન છે, પરંતુ હજુ તે જ્ઞાન શરૂ જ થતું હોઈ અતિશય અલ્પ-મંદ છે. તેથી શાસ્ત્રકાર મહારાજા ઉપમા આપીને સમજાવે છે કે “જિહાં મિત્રા તિહાં બોધ જે, તૃણ અગ્નિશ્યો લહીએ રે' જ્યાં મિત્રાદૃષ્ટિ શરૂ થાય છે ત્યાં બોધ(જ્ઞાનદશા) ઘાસના અગ્નિતુલ્ય હોય છે. જેમ- ઘાસનો અગ્નિ પ્રગટ થતાંની સાથે જ બુઝાઈ જાય છે અને તેનું ઘણું તેજ હોતું નથી તેમ મિત્રા દૃષ્ટિ કાળે થયેલું આત્મહિતના લક્ષ્યવાળું જ્ઞાન નિસ્તેજ અને ક્ષણમાત્રજીવી જ હોય છે. આ દૃષ્ટિકાળથી અંશે અંશે વૈરાગ્યના કંઈક સંસ્કારોનો પ્રારંભ થાય છે.
તૃણનો અગ્નિ જો કે અતિશય મંદ પ્રકાશ આપે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org