________________
૧૯
પ્રથમ મિત્રા દૃષ્ટિ
(૧) મિત્રા દૃષ્ટિ એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે | જિહાં મિત્રા તિહાં બોધ જે, તૃણ અનિશ્યો લહીએરાદા
વીર જિનેસર દેશના. ગાથાર્થ - ઉપરોક્ત બધી હકીકત મેં પ્રસંગથી કહી છે. હવે પ્રથમ દૃષ્ટિ સમજાવીએ છીએ. જ્યાં મિત્રા દૃષ્ટિ છે ત્યાં બોધ(જ્ઞાનદશા) તૃણના અગ્નિ સમાન હોય છે. ||૬| ' વિવેચન - સંસારાભિમુખ જે દષ્ટિ, ભવનાં સુખો તરફનો જે આનંદ, તેની પ્રાપ્તિ માટેનું જ જે લક્ષ્ય, અતત્ત્વને (અસારને) જ તત્ત્વ(સાર) સમજી તે તરફના જ જે પ્રયાસો તેને જૈનશાસ્ત્રોમાં ઓઘદૃષ્ટિ કહેવાય છે. આ ઓઘદૃષ્ટિકાલે જીવમાં મિથ્યાત્વમોહના ઉદયનું બળ વધારે હોય છે. તેથી જ હેયમાં ઉપાદેયબુદ્ધિ અને ઉપાદેયમાં હેય બુદ્ધિ થાય છે. સંસારનાં સુખો માત્ર જ મેળવવા માટે અને દુઃખો દૂર કરવા માટે જ દોડાદોડી કરે છે. આત્મતત્ત્વનું લક્ષ્ય બીલકુલ હોતું નથી. આ બધો મોહના ઉદયનો પ્રતાપ છે. મોહનું સામ્રાજ્ય અતિતીવ્ર છે.
એમ કરતાં કરતાં જયારે આ જીવનો સંસાર એક પુલ પરાવર્ત માત્ર જ રહે છે અને મુક્તિએ જવાની યોગ્યતા (ભવ્યતા) જે અનાદિકાલથી અંદર પડેલી છે તે કંઈક અંશે પાકતાં (તથાભવ્યતાનો પરિપાક થતાં) આ જીવનું મિથ્યાત્વ શિથિલ થવા માંડે છે. આ મિથ્યાત્વ મંદ થવામાં બાહ્ય કારણરૂપે સદ્દગુરુનો યોગ, સત્સંગ, અનુકૂળ ભવની પ્રાપ્તિ આદિ છે. પરંતુ આન્તરિક કારણ “તથાભવ્યતાનો પરિપાક” છે. બાહ્ય અને અભ્યત્તર ઉપરોક્ત કારણોનો યોગ થતાં આ જીવ ચરમાવર્તમાં આવે છે. ત્યાં પણ બહુભાવમલ (મોહનીય કર્મનો પાવર) જેમ જેમ ક્ષીણ થતો જાય છે, તેમ તેમ આ જીવ સંસારાભિમુખને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org