________________
આઠ દૃષ્ટિની સઝાય હતી નહીં. પરંતુ સંજીવની ઔષધી ચરાવવા માટે ઘાસચારો ચરાવવામાં આવ્યો છે. તેવી રીતે મિથ્યાત્વમાં રહેલા અન્ય દર્શનીઓને સમ્યકત્વ પમાડવા દ્વારા આત્મહિત કરાવવા માટે “અનેકાતવાદ” સમજાવવાનો હોવા છતાં પણ પ્રાથમિક ભૂમિકામાં તેઓ સન્માર્ગની સન્મુખ થાય. મિથ્યાત્વ પાતળું પડે અને કાળાન્તરે પણ સાચો રસ્તો પામે તેવો “હિતોપદેશ” સ્થિરાદિ દૃષ્ટિવાળો જીવ આ દર્શનકારોને આપે છે. હૃદયમાં ભાવ કરુણા કરીને આ ભૂમિકાએ હિતોપદેશ જ આપે છે.
બીજો મુદો એ છે કે ઘાસ ખાનારા બળદને ઘાસ અને સંજીવનીના ભેદનો કોઈ ખ્યાલ નથી. ઘાસ સમજીને જ બધું ખાય છે. તો પણ સંજીવનમાં એવો પ્રભાવ છે કે તે પેટમાં જતાંની સાથે જ બળદ અણસમજુ હોવા છતાં પુરુષ થઈ જ જાય છે. તેવી રીતે સમકિતવંત વડે અપાતા હિતોપદેશના પ્રભાવની અન્ય દર્શનકારોને કંઈ પણ ખબર ન હોવા છતાં હિતોપદેશમાં કાલાન્તરે આવતા અનેકાન્તવાદની દૃષ્ટિનો પ્રભાવ જ એવો છે કે તે દર્શનકારો આપોઆપ જ સમક્તિવંત બની જાય છે.
આ કારણથી સ્થિરાદિ દૃષ્ટિવાળો પુરુષ ઓઘાદિ દષ્ટિવાળા પુરુષોને મધ્યસ્થભાવે હૃદયમાં કરુણા આણીને ચારી સંજીવની ચારાના ન્યાય હિતોપદેશ આપે છે. અને તેઓનું કલ્યાણ થાય તેવા પ્રયત્ન કરે છે. જો
અહીં એક પ્રશ્ન થવો સંભવિત છે કે સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં વર્તતા જીવો પણ તુરત તે જ ભવે મુક્તિપદ પામે એવું કંઈ બનતું નથી. માનવ ભવમાં આત્મસાધના કરતાં કરતાં જ્યાં સુધી મુક્તિપદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધીમાં વચ્ચે વચ્ચે દેવના ભવો પણ કરવા જ પડે છે. શ્રેણિક મહારાજા આદિની જેમ કોઈકને નરકનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org