________________
૧૫
પ્રથમ મિત્રા દૃષ્ટિ
એક વખત તે સ્ત્રી તે બળદને ઘાસચારો ચરાવી એક વૃક્ષની નીચે થાકી છતી બેઠી છે. અને બળદ ઘાસચારો વાગોળે છે. એવામાં તે જ વૃક્ષ ઉપર આકાશમાર્ગે ઉડતું એક વિદ્યાધર યુગલ આવીને આરામ માટે બેઠું છે. વિદ્યાધર એવાં પતિ-પત્નીએ વાર્તાલાપ ચાલુ કર્યો. એવામાં તે વિદ્યાધર પુરુષની દૃષ્ટિ બળદ ઉપર પડી. અને બળદને જોઈને પોતાની પત્નીને કહ્યું કે નીચે જે આ બળદ ઘાસચારો વાગોળે છે તે વાસ્તવિક બળદ નથી. પરંતુ પુરુષ છે. મંત્રાધિષ્ઠિત ચૂર્ણથી તે બળદ બનેલો છે. તેની પત્નીએ પૂછ્યું કે શું કોઈ ઉપાયથી આ ફરીથી પુરુષ થઈ શકે? વિદ્યાધરે કહ્યું કે હા, આ જ ખેતરમાં સંજીવની નામની એક ઔષધિ છે. તે જો આ બળદને ખવરાવવામાં આવે તો આ બળદ પુનઃ પુરુષ થઈ શકે છે. આટલી વાર્તા કરીને તે વિદ્યાધર યુગલ તો ઉડી ગયું. પરંતુ નીચે બેઠેલી આ સ્ત્રીએ તે વાર્તા બરાબર ધ્યાનથી સાંભળી. તેને સમજાયું કે આ બળદને જો સંજીવની ઔષધિ ખવરાવવામાં આવે તો તે બળદ પુનઃ પુરુષ થઈ શકે છે. અને તે ઔષધિ આ જ ખેતરમાં છે. પરંતુ હું જાણતી નથી કે તે ઔષધી કેવી છે ? અને ક્યાં છે ?
બહુ વિચારના અંતે મનમાં નક્કી કર્યું કે આ ખેતરનું તમામ ઘાસ બળદને ખવરાવું. તેમાં જ્યારે સંજીવની ઔષધિ તેના ખાવામાં આવી જશે ત્યારે જરૂર તે પુરુષ થશે. આવો નિર્ણય કરીને તેણીએ તે બળદને ક્રમશઃ બધું જ ઘાસ ખવરાવવાની શરૂઆત કરી. સમય જતાં જ્યારે સંજીવની ઔષધિ બળદના ચારામાં આવી ત્યારે તે બળદ સંજીવનીના પ્રભાવથી પુનઃ પુરુષ થયો.
આ વાર્તામાંથી નીચે મુજબના મુદા ધ્યાનમાં રાખવા જેવા છે કે તે બળદને પુરુષ બનાવવા માટે ખરેખર “સંજીવની” ઔષધી માત્ર જ ચરાવવાની હતી. ચારો(ઘાસ) ચરાવવાની જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org