________________
૧૩
પ્રથમ મિત્રા દૃષ્ટિ ભાવ કરુણા ઉપજે છે. દષ્ટિદોષનો કેવો પ્રતાપ છે ? જે પરસ્પર વિવાદ સર્જે છે. સમકિતવંતને આ વિવાદ નિરર્થક જણાય છે. અને પોતાની આત્મસાધના કરવામાં વધારે સાવધ રહે છે. ૩
દર્શન સકળના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે | હિતકારી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે I૪ll.
વીર જિનેસર દેશના. ગાથાર્થ - સ્થિરાદિ દૃષ્ટિવાળા આત્માઓ સર્વે દર્શનોના સિદ્ધાન્તને (આશયને - નયને) જાણે છે. તે ભિન્ન ભિન્ન સિદ્ધાન્ત જાણવા છતાં પોતે પોતાના (માનેલા અનેકાન્ત) સ્વરૂપમાં સ્થિર રહે છે. અને તે તે દર્શનકારોનું હિત થાય એવી વાણી પ્રકાશવા રૂ૫ “સંજીવની” ચારો ચરાવે છે જો
વિવેચન - સ્થિરા આદિ પાછળની ચાર દૃષ્ટિઓ સમક્તિવંત જીવને જ આવે છે. ત્યાં વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થાય છે. તેના પ્રભાવથી પરમાત્માના વચનોના આલંબને આ જીવને વસ્તુતત્ત્વનો યથાર્થબોધ થાય છે, તેથી સર્વે નયોને તે યથાર્થપણે સમજે છે અને જાણે છે. તથા બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક અને વેદાન્ત આદિ ભિન્ન-ભિન્ન દર્શનકારો ક્યા ક્યા નયની પ્રધાનતા દ્વારા શું એકાન્ત માને છે? તે અન્ય દર્શનકારોની સર્વે દૃષ્ટિઓને (કહેવાના આશયને) જાણે છે સાંભળે છે અને સમજે છે. પરંતુ તે સર્વે દૃષ્ટિઓ માત્ર એક એક નયની પ્રધાનતાવાળી હોવાથી એકાન્તરૂપ છે, મિથ્થારૂપ છે. એમ જાણીને તેમાં અલ્પ માત્રાએ પણ ન અંજાતાં પોતે સમજેલી વીતરાગસર્વજ્ઞ પરમાત્મા કથિત અને કાન્તવાદની (સ્યાદ્વાદની) દૃષ્ટિને જરા પણ ભુલ્યા વિના તે પોતાના ભાવમાં (અનેકાન્તદષ્ટિ પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ સમજવામાં) સ્થિર રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org