________________
૧૧
પ્રથમ મિત્રા દૃષ્ટિ બદ્ધ આગ્રહી થવાથી = એકાન્તવાદ સ્વીકારવાથી જુદાં જુદાં દર્શનો થયાં છે. આ જ હકીકત આગળ ઉપર સ્પષ્ટ કરે છે -
દર્શન જે હુઆ જુજુઆ, તે ઓઘ નજરને ફરે રે ! ભેદ સ્થિરાદિક દૃષ્ટિમાં, સમકિત દૃષ્ટિને હરે રે Iણા
વીર જિનેસર દેશના. ગાથાર્થ – ભિન્ન ભિન્ન દર્શનો જે પ્રવર્તી છે તે સામાન્યપણે દૃષ્ટિ દૃષ્ટિના ફરક માત્રથી થયાં છે. પરંતુ સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિમાં આવેલા સમ્યગ્દષ્ટિ આત્માને તે ફરક આશ્ચર્યકારી(નિરર્થક) લાગે છે. ફll
વિવેચન - અનંત ઉપકારી પરમાત્મા તીર્થકર ભગવન્તોએ અનંત અખંડ કેવલજ્ઞાનાદિ ગુણો આવિર્ભત કરીને નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, સદસત્ ઇત્યાદિ ઉભયાત્મકભાવે જગતનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ જોઈને યથાર્થ ઉપદેશ્ય છે. જગતના યથાર્થ સૂક્ષ્મસ્થૂલ સ્વરૂપને જોવામાં કે ઉપદેશ આપવામાં ક્યાંય પણ કંઈ પણ બાધા નથી. યથાર્થ જ્ઞાતા, યથાર્થ ઉપદેશક અને યથાર્થ હિતકારક એવા આ મહાનું લોકોત્તર પુરુષો છે. પરંતુ તે વાણીને અનંતરપણે કે પરંપરાએ સાંભળનારા કોઈક કોઈક જીવોમાં અને સર્વથા નહી સાંભળનારા સર્વે જીવોમાં અનાદિકાલીન મિથ્યાત્વમોહના ઉદયના કારણે અવેદ્યસંવેદ્ય પદના પ્રતાપે વસ્તુના સ્વરૂપને જોવા જોવામાં = જાણવા જાણવામાં દૃષ્ટિનો ફરક પડે છે. પ્રત્યેક વસ્તુમાં અનંત અનંત ધર્માત્મક સ્વરૂપ હોવા છતાં જે અંશ તરફ બદ્ધદષ્ટિ વાળા થઈ જાય છે તે જ એક અંશને વસ્તુનું સ્વરૂપ કહેતા એવા તેઓ જુદા જુદા દર્શનકાર (દષ્ટિના દોષવાળા) બન્યા છે.
જે આત્માઓને સદ્ગુરુનો યોગ(ભાવથી) પ્રાપ્ત થયો નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org