________________
૧૨
આઠ દૃષ્ટિની સજ્ઝાય
તેઓને યોગાવંચકતા” પણ હજુ પ્રાપ્ત થઈ નથી. તેથી તેના વિના વસ્તુતત્ત્વનું સ્વરૂપ જાણવામાં મનમાની કલ્પનાઓ પ્રમાણે દોડે છે. આ કારણે તેઓ વડે જોવાયેલી અને પ્રરૂપણા કરાયેલી વસ્તુમાં તથા તેના સ્વરૂપમાં જે ભેદ પ્રવર્તે છે. આ જ જુદાં જુદાં દર્શનો છે. આવા પ્રકારનો આ દૃષ્ટિદોષ ઓઘદૃષ્ટિ કાળે તીવ્ર હોય છે અને મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિઓમાં મંદ મંદપણે પ્રવર્તે છે. પરંતુ સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિઓમાં આવેલા આત્માઓને આવો દૃષ્ટિદોષ પ્રવર્તતો નથી. સમ્યક્ત્વવાળા હોવાથી અને વેદ્યસંવેદ્યપદનો પ્રભાવ હોવાથી તીર્થંકર પરમાત્માની વાણીના આલંબને વસ્તુતત્ત્વને જોવામાં, જાણવામાં અને માનવામાં કોઈ પણ જાતનો ફરક હોતો નથી. દૃષ્ટિદોષ સંભવતો જ નથી. સ્થિરાદિ ચાર દૃષ્ટિઓમાં દૃષ્ટિના ભેદ પરસ્પર સાધનાની અધિક અધિક તરતમતાને આભારી છે.
સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં વર્તતા સમ્યગ્દષ્ટિ આત્માઓને તો ભિન્ન-ભિન્ન દર્શનકારોની વસ્તુતત્ત્વના સ્વરૂપ પરત્વે ભિન્ન ભિન્ન દૃષ્ટિઓ જોઈને અતિશય આશ્ચર્ય થાય છે અને હૃદયમાં તેઓ પ્રત્યે ભાવ કરુણા આવે છે. હાથીના પગ, સૂંઢ, કાન, પુંછડું અને પેટ વગેરે જુદા જુદા અવયવો હાથમાં આવવાથી આખો હાથી આવો જ છે એમ કહેનારા અને તેના કારણે પરસ્પર વાદવિવાદ કરનારા છ અંધપુરુષોને જોઈને દેખતા માણસને જેમ આશ્ચર્ય થાય, હૃદયમાં તેઓ ઉપર કરુણા વરસે અને પરસ્પરનો વાદવિવાદ શમાવે તેવી વાણી પ્રકાશે, તેવી જ સતે ઓઘદૃષ્ટિ આદિમાં રહેલા આવા મિથ્યાર્દષ્ટિ જીવોની જુદી જુદી કદાગ્રહવાળી દૃષ્ટિઓ જોઈને અને દૃષ્ટિઓ દ્વારા કહેવાયેલા ભિન્ન ભિન્ન મતાગ્રહ વાળા સ્વરૂપને જોઈને સ્થિરાદિ દૃષ્ટિઓમાં આવેલા સમ્યગ્દષ્ટિ આત્માઓને અત્યન્ત આશ્ચર્ય થાય છે. અને પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org