________________
આઠ દૃષ્ટિની સઝાય
સાધે છે તે “હિતોપદેશ” નામનો ગુણ ગાતાં ગાતાં અમારામાં અને સઝાય ભણનારા અને સાંભળનારા એવા પરમાં પણ અમે ધર્મની પુષ્ટિ = ધર્મભાવનાની ઋદ્ધિ-વૃદ્ધિ કરીશું.
આ ગાથામાં આ દૃષ્ટિઓને “શિવસુખનું કારણ કહી છે. તેથી શિવ(એટલે મુક્તિ) પણ અવશ્ય છે જ, અને તેમાં સુખ પણ અવશ્ય છે જ. આ પદો લખીને આનાથી ઉલટું માનનારા અન્યદર્શનોનો ભંગભાવે પ્રતિક્ષેપ કર્યો છે.
(૧) નૈયાયિક અને વૈશેષિક મુક્તિ માને છે પરંતુ તેમાં જ્ઞાનગુણનો અને અનંતસુખનો નાશ માને છે. અર્થાત્ જ્ઞાન અને સુખનો અભાવ માને છે. મુક્તિમાં જ્ઞાન અને સુખ હોતું નથી તેમ માને છે.
(૨) બૌદ્ધ દર્શન બુઝાઈ ગયેલા દીપકની જેમ આત્મદ્રવ્યની સર્વથા સમાપ્તિ થઈ જવી તેને મુક્તિ માને છે.
(૩) સાંખ્ય દર્શન આત્મા નિત્યમાત્ર માને છે. ફક્ત પ્રકૃતિના વિયોગને જ મુક્તિ માને છે. આત્મા તો સદા સ્વતઃ શુદ્ધ જ છે એમ માને છે.
(૪) જૈનદર્શનકાર આત્માની કર્મરહિત અવસ્થા તે મુક્તિ માને છે અને તેમાં અનંતજ્ઞાન અને અનંતસુખ પ્રગટ હોય છે. એમ માને છે.
આ સંસારમાં સર્વે જીવો અનાદિકાળથી જન્મ-મરણાદિના દુઃખોને અનુભવતા અનુભવતા રખડે છે. શાસ્ત્રાનુસારે અનંત પુદ્ગલ પરાવર્તનકાળ ગયો છે અને જાય છે, તેમાંથી જ્યારે મુક્તિએ જવાનો કાળ પાકે છે એટલે કે “તથાભવ્યતા” પાકે છે અને માત્ર એક પુદ્ગલ પરાવર્તન જેટલો જ કાળ અર્થાત્ ચરમાવર્ત જેટલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org