________________
પ્રથમ મિત્રા દૃષ્ટિ પણ મોક્ષે જાય છે. કારણ કે આ આઠે દૃષ્ટિઓ જે મુક્તિ તરફના પ્રયાણવાળી છે તેથી જ ગાથામાં કહ્યું છે કે “શિવસુખકારણ” = મુક્તિ સુખના કારણભૂત એવી આ આઠ દૃષ્ટિ મહાવીર પ્રભુએ આગમમાં ઉપદેશેલી છે.
પરા નામની આઠમી દૃષ્ટિ મુક્તિનું અનંતર(સાક્ષા) કારણ છે. અને પ્રભા - કાન્તા - સ્થિરાદિ દૃષ્ટિઓ ક્રમશઃ અધિક અધિકકાળે પરંપરાએ મુક્તિનું કારણ છે. એમ અનંતરપણે અને પરંપરાપણે આ દૃષ્ટિઓ શિવસુખનું કારણ છે. જો આ જીવની એકવાર દૃષ્ટિ સુધરી જાય તો તેના સઘળા વ્યવહારો આપોઆપ સુધરી જાય છે. અંદરની દૃષ્ટિ સુધરવી એટલે “સાધ્યશુદ્ધિ” થવી. તે નિશ્ચય છે અને તે સાધ્યની સિદ્ધિ માટે સાધનશુદ્ધિ તે વ્યવહાર છે. એને જ પરિણતિ અને પ્રવૃત્તિ કહેવાય છે. પરિણતિ જો નિર્મળ થાય તો બાહ્ય પ્રવૃત્તિ આપોઆપ જ બાધક કારણો વિના નિર્મળ થાય જ છે. માટે પરિણતિને સુધારવા સારૂ આ આઠ દૃષ્ટિઓનો ઉપદેશ છે.
મહાવીર પ્રભુ સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર દેવ હોવાથી અનંત અનંત ગુણોના ભંડાર છે. તેમના અનંતગુણો ઈન્દ્ર, બૃહસ્પતિ કે શ્રુતકેવલીઓ પણ પૂર્ણતયા ગાઈ શકતા નથી તો આપણા જેવા સામાન્ય માનવીની વાત કરવી જ શું ? તેથી તેઓના અનંતગુણોમાંથી તેઓએ કરેલો “પરને હિતોપદેશ” એ ગુણને આ સઝાયમાં અમે ગાઈશું “તે ગુણ થણી જિન વીરનો” કૃતકૃત્ય હોવા છતાં, તે જ ભાવે નિયમો મુક્તિગામી હોવા છતાં, કોઈ પણ જાતના સ્વાર્થ વિના ઉત્તમ એવી આ આઠદષ્ટિઓનો અમને વીરપરમાત્માએ જે ઉપદેશ આપ્યો, જે જાણીને અનેક જીવો સન્માર્ગને સન્મુખ થયા છે અને આત્મકલ્યાણ સાધ્યું છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org