________________
नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स
ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. વિરચિત
આઠ દૃષ્ટિની સઝાય
(પ્રથમ મિત્રા દૃષ્ટિ)
ઢાળ પહેલી શિવ સુખ કારણ ઉપદિશી, યોગ તણી અડદિટ્ટી રે ! તે ગુણ થણી જિન વીરનો, કરશું ધર્મની પુટ્ટી રે ૫/૧૫
વીર જિનેસર દેશના. ગાથાર્થ - મુક્તિસુખનું કારણ બને એવી યોગની આઠ દૃષ્ટિઓ શ્રી મહાવીર પ્રભુએ જણાવી છે. આ સક્ઝાયમાં શ્રી વીર જિનેશ્વરના તે “હિતોપદેશક” નામના ગુણની સ્તુતિ કરતાં કરતાં અમે (સ્વ-પરમાં) ધર્મની પુષ્ટિ કરીશું. ના
વિવેચન - દૃષ્ટિ એટલે સમજણ, બોધ, જ્ઞાન, આશય, અભિપ્રાય. આ પર્યાયવાચી શબ્દો દૃષ્ટિને જણાવનારા છે. જે જીવની જે બાજુ દષ્ટિ વળે છે તે બાજુ તેનું વર્તન, વાણી અને વિચાર પ્રવર્તે છે. જે જીવોને ઈન્દ્રિયજન્ય સુખો જ ભોગવવા જેવાં અને આનંદોતુ મનાય છે, તે જીવોનું વર્તન આદિ સર્વે તે તરફ જ હોય છે. તેવી દૃષ્ટિથી જીવ મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી પરંતુ રાગ-દ્વેષ અને અજ્ઞાન આદિ દોષો દ્વારા પાપકર્મ બાંધી સંસારમાં જ રખડે છે તેથી તેવી દૃષ્ટિને યોગની દૃષ્ટિ કહેવાતી નથી પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org