________________
પૂર્વ ભૂમિકા અનાદિકાલીન આ જીવની ભોગસુખ તરફની દૃષ્ટિ છોડાવી મુક્તિસુખ તરફની દૃષ્ટિ કરાવવી એ જ સંસારી જીવ ઉપર તેઓનો મહાઉપકાર છે.
મોક્ષે યોગનન્ યોગ:' આ આત્માને મોક્ષની સાથે જોડી આપે એવો જે ધર્મપરિણામ તે યોગ કહેવાય છે. તે તરફની (ધર્મ પરિણામ તરફની) જે દૃષ્ટિ તે યોગદષ્ટિ કહેવાય છે. જીવે જીવે ભિન્ન ભિન્ન આવા પ્રકારની યોગની દૃષ્ટિ (હૃદયગત અભિપ્રાય-આશય વિશેષ) હોવાથી અનેક દૃષ્ટિઓ છે. તેનો સંક્ષેપથી આઠમાં સમાવેશ કર્યો છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં અનેક પ્રકારના ગદ્ય-પદ્ય મહાગ્રન્થોની રચના કરી જગતના જીવોનો ઉપકાર કરનારા પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિજી, ઉમાસ્વાતિજી, જિનભદ્રગણિક્ષમાશ્રમણજી, શ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી વાદિદેવસૂરિજી આદિ અનેક મહાન પ્રભાવક આચાર્યો ભૂતકાળમાં થયા. તેમાં “યાકિનીમહત્તરાસૂનુના હુલામણા નામથી સુવિખ્યાત તાર્કિકસમ્રાટુ સૂરિપુરન્દર આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી થયા કે જેઓ ૧૪૪૪ અદ્ભુત ગ્રન્થોના કર્તા છે. તેઓએ “યોગદષ્ટિ સમુચ્ચય” નામનો યોગની આઠ દૃષ્ટિને સમજાવતો સંસ્કૃત ભાષામાં પદ્યબદ્ધ મહાગ્રન્થ બનાવ્યો છે. તે ગ્રન્થને અનુસારે જૈનશાસનમાં મુમુક્ષુ મહાત્માઓમાં આ આઠ દૃષ્ટિઓ જાણવાનો, ભણવાનો અને તેને અનુસારે જીવનને કલ્યાણના માર્ગે વાળવાનો ઉત્સાહ સવિશેષ વૃદ્ધિ પામ્યો છે.
આ ગ્રંથ મહા-ઉપકારક હોવા છતાં સંસ્કૃત ભાષામાં હોવાથી તથા ટીકા પણ સંસ્કૃત હોવાથી સંસ્કૃત ભાષાના અલ્પજ્ઞ અને અજ્ઞાની પરંતુ મુમુક્ષુ ભાવવાળા જીવોને તેનાથી જોઈએ તેટલો ઉપકાર સંભવિત નથી. એમ સમજીને ગુજરાતી સાહિત્યરચના કરવામાં સમર્થ વિદ્વાન અને ઉપાધ્યાયજી તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org