________________
શ્રી પાર્શ્વનાથાય નમઃ एँ सरस्वत्यै नमः
પૂર્વ ભૂમિકા
સારમાં વર્તતા સર્વે પણ જીવો સદાકાળ સુખના અભિલાષક છે. અને દુઃખના મુમુક્ષુ છે. સુખ બે પ્રકારનું છે. (૧) ઈન્દ્રિયજન્ય ભોગસુખ કે જે અનેક ઉપાધિઓવાળું છે, અંતે વિનાશ પામનારૂં છે, ઘણા કલેશને કરાવનારૂં છે, અતિશય આસક્તિ વધારનારું છે અને તેથી નરકાદિ દુર્ગતિમાં લઈ જનારું છે. તેથી જ આ સુખને ઈન્દ્રજાળ, પત્તાનો મહેલ અને ઝાંઝવાના જળની સાથે સરખાવવામાં આવે છે. બ્રમાત્મક સુખ કહેવાય છે. તેને કામપુરુષાર્થ મનાય છે. (૨) બીજું સુખ છે આત્માને કર્મ અને શરીરના બંધનમાંથી તથા તત્સંબંધી અનેક બંધનોમાંથી મુક્ત કરાવી સ્વગુણોની રમણતાના આનંદનું સુખ. કે જે સુખ નિરુપાધિક છે. અનંત કાળ રહેવાવાળું છે. કુલેશ અને કર્મબંધથી સર્વથા મુક્ત છે આસક્તિ રહિત અને સ્વાધીન એવું સુખ છે. તેથી જ આ સુખને યથાર્થ સુખ કહેવાય છે. તેને સમજાવવા કોઈની પણ ઉપમા ન હોવાથી અનુપમ છે અને સ્વ-અનુભવથી જ ગમ્ય છે. આ સુખને શાસ્ત્રોમાં મોક્ષપુરુષાર્થ કહેલ છે.
સંસારવર્તી જીવોમાં જે જીવોની દૃષ્ટિ (હૃદયગત આશય) કામપુરુષાર્થ(ભોગસુખો) તરફ છે તેઓને તે સુખ મેળવવા માટે તેના ઉપાયભૂત અર્થોપાર્જનના અનેક વ્યવસાયો કરવા પડે છે. તે વ્યવસાયને અર્થપુરુષાર્થ કહેવાય છે. અને સદ્ગુરુનો યોગ થવાથી તથા પોતાની તથા પ્રકારની ભવ્યતા પાકવાથી જે જીવોની દૃષ્ટિ બદલ ઈ છે. ભોગસુખોને અસાર, તુચ્છ, નાશવંત અને બંધનભૂત
આ, ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org