________________
૧૫
બનાવેલી “આઠ દૃષ્ટિની સજઝાય”ના અર્થ પણ લખીને પ્રકાશિત કરીએ કે જેથી સંસ્કૃતાદિ ભાષા ન જાણનારા ચતુર્વિધ સંઘના નાના મોટા બાળજીવોનો પણ ઉપકાર થશે અને અમારે તેટલો વધારે સ્વાધ્યાય થશે. જેથી અમારો પણ ઉપકાર થશે. એમ સમજીને આ સઝાયના અર્થ તૈયાર કર્યા છે. અને પ્રકાશિત કરી શ્રી ચતુર્વિધ સંઘના કરકમળમાં સમર્પિત કરીએ છીએ.
શ્રી યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથનું મેટર પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સાહેબે, તથા પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે તથા પૂ. આ. ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. શ્રી રશ્મિરત્નવિજયજી મ. સાહેબ તથા પૂ. આ. મ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ. સાહેબે જોઈ આપેલું. આ મહાત્મા પુરુષો સંઘનાં નાનાં-મોટાં અનેક કામોમાં અને જવાબદારીઓમાં ગુંથાયેલા હોવા છતાં સારો એવો સમય લઈ ધ્યાનપૂર્વક આ મેટર તેઓ સર્વેએ જોઈ આપ્યું છે, તે બદલ તે સર્વ ઉપકારી મહાપુરુષોએ મારા ઉપર ઘણી લાગણી બતાવી છે તે બદલ તેઓનો હું ઘણો ઋણી છું. તે શ્રી યોગદષ્ટિસમુચ્ચયના મેટર ઉપરથી જ આ સઝાયના અર્થો લખ્યા છે. તેથી જ સ્થાને સ્થાને શ્રી યોગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની ગાથાઓની સાક્ષી આપી છે.
- શ્રી યોગદષ્ટિસમુચ્ચય અને આઠદૃષ્ટિની સઝાય આ બન્ને ગંભીર – સૂક્ષ્મ અર્થ ભરપૂર ગ્રંથો છે. ઘણો જ ઉપયોગ રાખીને અર્થો લખ્યા છે. અર્થો અને પદો ખોલવા યથામતિ પ્રયત્ન કર્યો છે. અમારી પાઠશાળામાં અભ્યાસ કરતાં મહામેધાવી પૂ. સાધ્વીજી મહારાજ સાહેબોએ પણ આ અર્થલેખનમાં કોઈ કોઈ પદોના અર્થમાં સહાયતા કરી છે. છતાં જે કંઈ ભૂલચૂક થઈ હોય તેની સંઘસમક્ષ ક્ષમાયાચના કરું . અને કોઇપણ ક્ષતિ જણાય તો વેળાસર અમને જણાવવા કૃપા કરશો કે જેથી નવી આવૃત્તિમાં સુધારો થઈ શકે.
પં શ્રી રતિભાઈએ પૂફરીડીંગ કાળજીપૂર્વક કર્યું છે. તથા પ્રિન્ટીંગ ભરત ગ્રાફીક્સ પણ સુંદર કરી આપ્યું છે. આ સર્વેનો આભાર માનું છું.
લિ.
૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૯. (INDIA)
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
ફોન : ૨૬૮૮૯૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org