________________
-
૧૪
હરિભદ્રસૂરીશ્વરજી મ. સા.ના ગ્રંથોનું વધારે અવગાહન કરેલું હોય એમ જણાય છે. તેથી તેઓશ્રી ઉપર અત્યન્ત આદરભાવ પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીને હતો - આ કારણે “લઘુહરિભદ્રસૂરિજી”ના સુંદર હુલામણા નામે આ મહાત્મા જૈનશાસનમાં પ્રસિદ્ધિ પામ્યા છે.
પૂ. યશોવિજયજી મ. સાહેબે અનેક ગ્રન્યો બનાવ્યા છે. આજે ઘણા અનુપલબ્ધ પણ છે. કમ્મપયડિ અને શાસ્ત્રવાર્તા સમુચ્ચય ઉપર મહાન ટીકાઓ બનાવી છે. ગુજરાતીમાં દ્રવ્યગુણ પર્યાયનો રાસ એવો બનાવ્યો છે કે જે ગુજરાતી ઉપર સંસ્કૃત ટીકા રચાઈ છે. સામાન્ય નિયમ એવો છે કે સંસ્કૃતનું ગુજરાતી અનુવાદ રૂપ પુસ્તક બને છે. પરંતુ ગુજરાતી ઉપર સંસ્કૃત પુસ્તક આ મહાત્માની જ કૃતિ ઉપર જ બન્યું છે. ૧૨૫-૧૫૦ અને ૩૫૦ ગાથાનાં ઉત્તમભાવવાહી સ્તવનો સીમંધરસ્વામીને વિનંતિ કરવા રૂપે એવાં બનાવ્યાં છે કે જાણે તેમાં આગમોના અર્થો ઉતાર્યા હોય.
૧૨૫ ગાથામાં નિશ્ચય-વ્યવહાર નયનું વર્ણન છે. ૧૫૦ ગાથાના સ્તવનમાં મૂર્તિપૂજાનું વર્ણન છે. ૩૫૦ ગાથાના સ્તવનમાં સાધુતામાં કાળના નામે ગમે તેમ ચલાવનારા ઉપર સયુક્તિક પ્રત્યુત્તરો છે. આ સ્તવનો બહાર પડતાં તેઓશ્રી ઉપર પણ ઘણાં વિઘ્નો આવેલાં. જેઓના પક્ષોનું આ મહાત્માની રચનામાં ખંડન આવેલું છે. તેઓ આ મહાત્મા ઉપર રોપાયમાન થયેલા. અનેક ઉપસર્ગો પણ કરેલા છતાં સત્ય કહેવામાં નીડર આ મહાત્માએ શાસનની પ્રભાવના ચાલુ જ રાખેલી. તેઓશ્રીએ જ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથના આધારે ગુજરાતી ભાષામાં આ સજઝાય બનાવી છે. આ સઝાયનું નામ છે. “શ્રી આઠ દૃષ્ટિની સઝાય.”
તાર્કિક શિરોમણિ - સૂરિપંદર પૂ. આ. દેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સાહેબે બનાવેલા ૨૨૮ ગાથાના “શ્રી યોગદષ્ટિ સમુચ્ચય” નામના ગ્રંથનું (સ્વોપજ્ઞ ટીકા સહિતનું) છેલ્લા બે-ત્રણ વર્ષ ઘણો જ પુરુષાર્થ કરીને ગુજરાતી ભાષાન્તર(ભાવાનુવાદ રૂપે) અમે તૈયાર કર્યું છે. તથા પ્રકાશિત કર્યું છે. તેથી અમારા હૃદયમાં એવી પણ એક ઇચ્છા થઈ કે જો શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચયનું ગુજરાતી ભાષાન્તર સુંદર તૈયાર થયું છે. તો તેના ઉપરથી બનાવેલી અને સમાન વિષયવાળી પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org