________________
૧૨
હોતો નથી. જેમ રત્નો પારખવાની કળાનો અભ્યાસ કરવાના સમય કરતાં લેવડ-દેવડનો વ્યાપાર કરતાં રત્નો જોવાની દૃષ્ટિ જુદી જ હોય છે તેમ પૂર્વદૃષ્ટિઓના કાલમાં ધર્મ માટે અભ્યાસ કાલ હતો. અને આ દૃષ્ટિમાં અભ્યસ્ત કાલ છે. આ દૃષ્ટિમાં ક્ષપકશ્રેણી દ્વારા ક્ષીણદોષ વાળા થયેલા આ મહામુનિ કેવળ જ્ઞાનાદિ સર્વલબ્ધિઓના ભોક્તા બને છે. કંઈ સ્વાર્થ ન હોવા છતાં કેવળ ૫૨ના ઉપકારને કરતા આ યોગીઓ અનુક્રમે અયોગી ગુણસ્થાનક પામે છે.
આત્માના સર્વ શત્રુઓનો નાશ થાય છે. શારીરિક-માનસિક સર્વ રોગોનો નાશ થાય છે. સર્વ સાધકદશાની તમન્નાઓ સમાપ્ત થાય છે. સંસારની સર્વ સુખ સામગ્રી કરતાં અનંતગુણ સુખ સ્વગુણોની રમણતાનું હોય છે. છતાં અત્યન્ત નિઃસ્પૃહ હોય છે. ક્ષપકશ્રેણીમાં ધર્મસભ્યાસ યોગ પ્રાપ્ત કરીને યોગસન્યાસ યોગ પામી અયોગી થઈ મુક્તિગામી થાય છે.
આ પ્રમાણે આઠ દૃષ્ટિઓનું વર્ણન આ સજ્ઝાયમાં છે. જ્યારે આ સજ્ઝાય રાગના લયથી ગાવામાં આવે છે અને તેના અર્થો આવડતા હોય છે. ત્યારે પોતાના આત્માની વર્તમાન પરિસ્થિતિ અને આ સજ્ઝાયમાં કહેલા ભાવો જોતાં મનમાં લાગી આવતાં આંખમાંથી દડ દડ આંસુની ધારા વહ્યા વિના રહેતી નથી. અવિરતપણે અશ્રુધારા ચાલે છે. આત્માને એવી ચોટ લાગે છે કે મારા આત્માનું શું થશે ?
પરમ પૂજ્ય યશોવિજયજી મ. સ.નો જન્મ મહેસાણા જિલ્લાના નોડા ગામમાં થયેલો, તેમની માતાને ભક્તામર સાંભળીને અન્નપાણી લેવાનો નિયમ હતો. વર્ષાઋતુના કારણે ગુરુજીના ઉપાશ્રયે ન જઈ શકવાથી ઉપવાસો થયા. બાળકે માતાને પ્રશ્ન કરતાં માતાએ પોતાના નિયમની વાત બાળકને કહી. બાળક દરરોજ માતા સાથે આંગળીના ટેકે ચાલીને ભક્તામર સાંભળવા ગુરુ પાસે જતો હતો, તેથી તેને તે ભક્તામર કંઠસ્થ થયું હતું.
બાળકે કહ્યું, માતા ! હું તમને ભક્તામર સંભળાવું. માતા અતિશય રાજી થયાં. બાળક પાસે ભક્તામર સાંભળીને પારણું કર્યું. વરસાદ અટકતાં ગુરુ પાસે વંદનાર્થે માતા અને બાળક ગયાં. ગુરુજીએ નિયમ પાળવા
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org