________________
૧૦ નાશ, ઉચિત આચરણનું સેવન, વિશિષ્ટ કોટિની સમતા અને ધર્મની પુષ્ટિ કરે એવી ઋતંભરા બુદ્ધિ ઇત્યાદિ ભાવો આ કાન્તાદષ્ટિના પૂર્વકાલમાં જ તેની ભૂમિકારૂપે પ્રાપ્ત થાય છે. સૂર્યોદય પહેલાં જેમ અરુણોદય થાય તેમ ઉંચાભાવો પૂર્વકાલથી જ શરૂ થાય છે.
- ત્યારબાદ આવેલી છઠ્ઠી દૃષ્ટિમાં દૂર દૂર ક્ષેત્રવર્તી અને સર્વક્ષેત્રમાં વ્યાત એવા તારાના પ્રકાશના જેવો તત્ત્વબોધ બોધ હોય છે. ઉત્તમ તત્ત્વોનો અભ્યાસ થવાથી તેના મનન-ચિંતન રૂપ મીમાંસા)ણ અહીં પ્રગટે છે. પ્રાપ્ત થયેલા તત્ત્વને ધારી રાખવાની (અવિસ્મૃતિરૂપે) પરમ ધારણા નામનું યોગ અંગ પ્રગટ થાય છે. અને આ સમ્યગ્રુતના એવા રસાસ્વાદનો અનુભવ થાય છે કે અન્ય (મિથ્યાદૃષ્ટિઓ) ના શ્રુતનો પરિચય કરવાનું મન પણ થતું જ નથી. જેમ સતી સ્ત્રીનું મન ઘરકામ કરવા છતાં પોતાના પતિમાં જ હોય છે, તેમ આ દૃષ્ટિવાળા જીવનું મન સંસારનાં સઘળાં કામ કરવા છતાં સમદ્યુતના અભ્યાસમાં જ હોય છે.
આ દૃષ્ટિના ઉત્તમ જ્ઞાનબળના જોરે ધર્મકાર્યોમાં આવતાં સર્વે વિપ્નો ટળી જાય છે. ભોગોની અંદર મન રાચતું ન હોવાથી ભોગો ભવહેતુ બનતા નથી. વિષયો અનુભવવા છતાં તે પ્રવૃત્તિ-નિવૃત્તિ મન વિનાની હોવાથી ગુણ-દોષ કરનારી થતી નથી. જેમ ઝાંઝવાના જળને આ માયાવી પાણી છે. સાચું પાણી નથી એમ જાણતો માનવી જુસ્સાભેર તેની અંદર થઈને ચાલ્યો જાય છે. ડરતો નથી કે ડામાડોળ થતો નથી. તેવી રીતે આ દૃષ્ટિમાં આવેલો જીવ સંસારની સઘળી પ્રવૃત્તિ માયામય જળ જેવી માયારૂપ જ છે. તાત્ત્વિક સુખરૂપ નથી એમ સમજતો આ આત્મા તેમાં અંજાયા વિના નિર્ભયપણે વેગપૂર્વક ચાલ્યો જાય છે. પુણ્યોદયજન્ય સુખ ભોગવીને માત્ર સમાપ્ત કરે છે. પરંતુ ભોગસુખથી ભય પામતો નથી. ભવસુખને જુઠા જાણતો આ જ્ઞાની સંસાર સાગર તરી જાય છે. આ દૃષ્ટિ પાંચમા છઠ્ઠા અને સાતમા ગુણઠાણે હોય છે.
(૭) પ્રભાષ્ટિ - હવે તો આ આત્માએ મોહનીય અને જ્ઞાનાવરણીયન ક્ષયોપશમ ઘણો સાધ્યો છે. તેથી તત્ત્વનો બોધ સૂર્યની પ્રભા સમાન તેજવંત હોય છે. તત્ત્વોની મીમાંસા કરીને સાચા લાગેલા તત્ત્વોનો સ્વીકાર કરવા સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org