Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ “તત્ત્વપ્રતિપત્તિ” નામનો ગુણ પ્રગટ થાય છે. નિરંતર સ્વાધ્યાય અને અભ્યાસના કારણે ધ્યાન જ વધુપ્રિય હોય છે. ધર્મ અનુષ્ઠાનો પ્રત્યે અતિશય આદરમાન હોવાથી તેમાં સ્કૂલના કરવા રૂપ ભાવરોગ અને હિત-મિત આહાર હોવાથી દ્રવ્યરોગ સંભવતા નથી. રોગ દોષનો ત્યાગ હોય છે. પરાધીનતા એ દુઃખનું અને સ્વાધીનતા એ સુખનું લક્ષણ છે. સંસારનાં તમામ સુખ પૌગલિક સાધનોની અને પૂર્વબદ્ધપુણ્યોદયની પરાધીનતાવાળાં હોવાથી દુઃખ જ છે. અને મુક્તિનું સુખ પુદ્ગલોની અને પૂર્વબદ્ધ કર્મોની પરાધીનતા રહિત કેવળ આત્માને જ સ્વાધીન હોવાથી સુખરૂપ છે. આ આત્મગુણોનું સુખ અનુભવમાત્રથી જ સમજાય તેવું છે. જેમ શહેરવાસીનું ભૌતિક સુખ ગ્રામ્યજન જાણતો નથી. તેમ જ્ઞાનાદિગુણોની રમણતા રૂપ ધ્યાનનું સુખ અનુભવ વિના જાણી શકાતું નથી. આ દૃષ્ટિમાં અસંગક્રિયા(નિરાલંબનાનુષ્ઠાન) આવે છે. આ અવસ્થાને જ અન્ય અન્ય દર્શનકારો વિસભાગસંતતિ, શાન્તવાહિતા શિવમાર્ગ અને ધ્રુવનામ આદિ કહે છે. આ દૃષ્ટિ સાતમા આઠમા આદિ ગુણઠાણે આવે છે. (૮) પરાષ્ટિ - આ છેલ્લી દૃષ્ટિ છે. આત્માની અત્યન્ત નિર્મળદશા અહીં પ્રગટ થાય છે. ક્ષપકશ્રેણી, કેવળજ્ઞાનાદિ ગુણો, ક્ષાયિકભાવ અને અયોગી ગુણસ્થાનક આ દૃષ્ટિમાં આવે છે. ચંદ્રમાની ચાંદની જેવો શીતળ પવિત્ર અને જગતના જીવોને આલ્હાદકારી નિર્મળબોધ અહીં પ્રગટે છે. લયોપશમભાવ ત્યજીને ક્ષાયિકભાવ પ્રગટ થાય છે. આપ સ્વભાવમાં જ વર્તે છે. મિત્રા દૃષ્ટિથી સામાન્ય અને સ્થિરા દૃષ્ટિથી સવિશેષ જે ધર્મ પ્રવૃત્તિ પ્રારંભેલી તે અહીં પૂર્ણ(સમાપ્ત) થાય છે. ધર્મ કરવાના આશયથી હવે પ્રવૃત્તિ હોતી નથી. પરંતુ સહજભાવે જ આપસ્વભાવમાં પ્રવર્તન હોય છે. મોહનીયાદિનો ઉદય ન હોવાથી નિરતિચાર પ્રવૃત્તિ હોય છે. પર્વત ઉપર ચઢેલાને જેમ ચઢવાની ક્રિયા કરવાની હોતી નથી તેમ અહીં જે કાર્ય-કર્તવ્ય હતું તે સમાપ્ત થવાથી કૃતકૃત્ય બને છે. કંઈ કરવાનું બાકી નથી. ચંદન જેમ સ્વાભાવિક સુગંધી છે તેમ અહીં સ્વાભાવિકપણે જ ક્ષમા આદિ ગુણો હોય છે. ધર્મક્રિયામાં પણ આસંગ (આસક્તિ) દોષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 258